સહજીવન ને હમેશા પોતાના કામ ને મોટા સંસ્થાકીય પરિપેક્ષ માં લઈ જવા અને જોડાણો કરવા માટે ની જરૂરત મહેસૂસ થઈ છે . બહુવિધ દ્રષ્ટિકોણ થી સંગઠન બનાવવા માં જોખમો પણ રહેલા છે ,મજબૂત સમુદાય ધરાવતા સંગઠનો પાસે થી સહજીવન ને એવા વિચારો અને દ્રષ્ટિકોણ ની અપેક્ષા છે કે, જે સહજીવન ના કામો ને આગળ દિશા આપી શકે . સમુદાયો માં આ પ્રકાર નો માલિકી ભાવ તેમના માટે થતાં કામો ટકાઉ બને તે માટે ખૂબ જરૂરી છે.
(સેન્ટર ફોર પાસ્ટરોલીસમ) CFP ની સ્થાપના અને વ્યવસ્થા ઊભી કરવા માં આવી જેથી ગુજરાત ની બહાર દેશ માં અલગ અલગ જગ્યાઓ માં વ્યાપ વધારવા નું શક્ય બન્યુ .આ ઉપરાંત જ્યારે જ્યારે કોઈ ખાસ મુદ્દે એકદમ એકાગ્રતા થી કામ કરવાની જરૂરત લાગી છે ,અમે ઘણા સંગઠનો અને સંસ્થાઓ ને ઊભા થવા માં મદદ કરી છે .
(સંસ્થાઓ અંગે નો નક્શો જોવા સ્ક્રોલ કરો ....)