અનુક્રમણિકા
જાણી શકશો > આજીવિકા:
1. સંદર્ભ

અમે માનીએ છીએ કે માલધારીયત એક એવી પ્રથા છે, જેમા મોસમ પ્રમાણે પાળેલા પશુઓ ના ઘણ ને સ્થળાંતર કરાવવા નું વ્યવસ્થાપન અને આવળત જોડાયેલા છે .અને આ પ્રકાર ના પશુપાલન થી એમની ઓછા મા ઓછી 50% આવક ઊભી થાય છે . આ વ્યાખ્યા અને સમજ પ્રમાણે આમાં એક જગ્યા એ સ્ટોલ ફીડિંગ ( ગમાણ માં જ પશુઓ ને બાંધી ને ત્યાં જ એમને ખાણ દાણ અને ચારો નીરવો ) કરાવતા અથવા જે પરિવારો ઓછા પશુ ઑ રાખે છે અને જે તેઓ ગામ ના સહિયારા ગૌચર માં ચરાવે છે, અને જેનાથી તેમની કુલ આવક માં એક નાનો નજીવો વધારો થતો હોય ,તેવા પશુપાલકો નો શમાવેષ થતો નથી .

આપણાં દેશ માં આશરે 1 કરોડ થી 2 કરોડ જેટલા માલધારીઑ હિમાલય ના વિસ્તારો માં , પશ્ચિમ ભારત માં (
ગુજરાત અને રાજસ્થાન ) અને દક્ષિણ ના ઉચાણ વાળા પ્રદેશો માં ફેલાયેલા છે .આ માલધારી સમુદાયો દેશ ના
કુલ ઘેટાં ઑ માના 7.5 કરોડ ઘેટાઓ , 13.5 કરોડ જેટલા બકરાઓ , તમામ ઊંટો અને દેશ ના કુલ ઢોર માથી
19 કરોડ ઢોર નું પાલન કરે છે .

ભારતીય માલધારીઑ એ મોટા પ્રમાણ માં સ્વદેશી અમૂલ્ય પશુ આનુવંશિક પ્રજાતિઑ નું સંવર્ધન અને સાચવણી
કરી છે, જેનું દૂધ આપણે ડેરી ઑ ના મારફતે મેળવીએ છીએ .એટ્લે એમ કહી શકાય કે ,માલધારીઓ નું નાના
અને મોટા બંને સ્તરે આપણાં દેશ ની એન સુરક્ષા ને સલામત રાખવા માં ખૂબ મોટો ફાળો છે .