અનુક્રમણિકા
જાણી શકશો > આજીવિકા:
5. ઊન

અમારા શરૂઆત ના અમૂક કામો માં રોજગારી ને ધ્યાન માં રાખતા અમે ઘેટાં અને ઊંટ ના ઊન ની બનાવટો ને બજાર માં મૂકવાનો પ્રયત્ન પણ કરેલો છે . ભારત માં ઘેટાં ની વસ્તી દુનિયા માં સૌથી વધારે છે ,છતા આ દેશ પોતાની જરૂરિયા પૂરી કરવા માટે લગભગ ઊન ની આયાત બહાર થી કરે છે. અમારા અંદાજ પ્રમાણે હાલ માં આપણાં દેશ માં ઉત્પાદન થતાં ઊન નો ઉપયોગ માત્ર 15-20 % જેટલો જ કરવા માં આવે છે , અને બાકી નું એમને એમ ફેકી દેવા માં આવે છે , જ્યારે કે અહીં દેશી ઊન આધારિત ઉદ્યોગો માટે ખૂબ શક્યતાઓ રહેલી છે .

ભારત માં પેદા થતું ઉન બરછટ અને નાના તાંતણા વાળું હોય છે , જેની સામે ન્યુઝીલેંડ , તુર્કી , સિરીયા થી આયાત થતું ઊન લાંબા તાંતણા વાડું અને મુલાયમ હોય છે . વિશ્વ ના અન્ય દેશો ની જેમ જ ભારત મા પણ આ બહાર ના મુલાયમ ઊન નો જ ઉપયોગ વધારે થાય છે . અમે અમારા અન્ય સહભાગીદારો સાથે મળી ને એ કોશિશ માં છીએ કે ટેકનૉલોજિ માં થોડો ઘણો સુધારો અને નવીનતા લઈ આવીએ અને ડિઝાઈન પણ એજ રીતે અવનવી બનાવીએ જેથી અહી ના ઉધ્યોગો આ ઊન ને વાપરતા થાય અને અહી ના ઊન ની માંગ વધે .