Warning: foreach() argument must be of type array|object, string given in /home/u565850890/domains/sahjeevan.org/public_html/wp-content/plugins/insert-headers-and-footers/includes/class-wpcode-snippet-cache.php on line 43 Our Team
કવિતા વિકાસ ક્ષેત્રે 30 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમણે કુદરતી સંસાધન શાસન અને મુખ્યત્વે કુદરતી સંસાધન પર આધારિત આજીવિકા સાહસોને મજબૂત કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને કાર્ય કરેલું છે. તેણીનું કાર્ય મુખ્યત્વે ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં જળ સુશાસનને આવરી લે છે; તદુપરાંત ખેતી માટે રિન્યુએબલ એનર્જી ટેકનોલોજીનો ઉપયોગ; પશુધનના ક્ષેત્રોમાં આજીવિકા સાહસોને મજબૂત બનાવવું; અને શહેરી વિસ્તારોમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વગેરે વિષયો ઉપર કાર્ય કરેલું છે. તેમણે આજીવિકા મજબુતીકરણ માટે સિવિલ સોસાયટી ઓર્ગેનાઈઝેશન સહિત અનેક સ્ટેકહોલ્ડર; રાજ્ય વિભાગો; CSR ફાઉન્ડેશન્સ; સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓ; જિલ્લા અને રાજ્ય દૂધ સંઘો સાથે કામ કર્યું છે.
રમેશ ભટ્ટી
પ્રોગ્રામ ડિરેકટર.
રમેશ ભટ્ટી
પ્રોગ્રામ ડિરેકટર.
શ્રી રમેશ ભટ્ટી સમાજ-શાસ્ત્ર અને ગ્રામીણ વિકાસ માં અનુસ્નાતકની ડિગ્રી ધરાવે છે ,સાથે સાથે તેમણે LLB પણ કરેલું છે . રમેશ ભટ્ટી એ સહજીવન માં 2 દાયકા થી પણ વધારે સમય નું યોગદાન આપેલું છે .હાલ માં એમનું કામ માલધારી સમુદાયો સાથે ચાલી રહ્યું છે , જેમાં કચ્છ માં પશુઆધારિત આજીવિકા ને ફરી બેઠું કરવાનું કામ મુખ્ય છે. પશુપાલકો ના સંગઠનો બનાવવા , કુદરતી સ્ત્રોતો ના વ્યવસ્થાપન માં બહેનોની શામિલગીરી ,તેમજ બન્નીની ના ઘાસિયા મેદાનો પર સ્થાનિક લોકો નો હક્ક વન અધિકાર કાયદા હેઠળ મળે એ માટે તેઓ સંયોજક તરીકે ની ભૂમિકા અદા કરી રહ્યા છે .
ભારતી નંજાર
પ્રોજેકટ કો-ઓર્ડીનેટર
ભારતી નંજાર
પ્રોજેકટ કો-ઓર્ડીનેટર
સુ શ્રી ભારતી નંજાર B.A. -L.L.B. સાથે ગ્રામીણ વિકાસ માં અનુસ્નાતક ડિગ્રી ધરાવે છે .સહજીવન માં 1999 માં જોડાયા બાદ તેઓ ની સફર આ સંસ્થા સાથે ઘણી લાંબી રહી છે .વચ્ચે એક સમય દરમિયાન એમણે કામ મા થી આવકાશ પણ લીધો હતો . તેમણે ધણા સમય માટે પાણી સંગ્રહ અને એ માટે લોકો ના ક્ષમતા વર્ધન જેવા મુદ્દા પર કામ કરેલું છે . હાલ માં તેઓ “બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન “ સાથે ઘાસ સંરક્ષણ અને સંગઠન ને મજબૂત કરવા ની પ્રક્રિયા સાથે જોડાયેલા છે .
અદિતિ ઠક્કર
મુખ્ય નાણાં વ્યવસ્થાપક
અદિતિ ઠક્કર
મુખ્ય નાણાં વ્યવસ્થાપક
સુ શ્રી અદિતિ ઠક્કર એક ચાર્ટર અકાઉંટંટ છે , એમણે એમનું CA 2008 માં પૂર્ણ કરેલ છે ,એમણે એમની ચાર્ટર અકાઉંટંટ તરીકે ની કારકિર્દી તલાટી એન્ડ તલાટી ચાર્ટર અકાઉંટંટસ અમદાવાદ થી શરું કરી હતી . તેઓ એ ગુજરાત રાજ્ય પેટ્રોલિયમ કોર્પોરેશન માં IPO ને લગતું કામ કર્યું હતું . આ ઉપરાંત ઘણી જાણીતી કંપનીઓ અને સંસ્થાઓ જેમ કે AKRSP, કચ્છ મહિલા વિકાસ સંગઠન , હુન્નરશાલા માં ઓડિટ નું કામ કરેલું છે .
ધારા પીઠડીયા
CCU પ્રોજેકટ કો-ઓર્ડીનેટર.
ધારા પીઠડીયા
CCU પ્રોજેકટ કો-ઓર્ડીનેટર.
સુ શ્રી ધારા પીઠડીયા કોમર્સ માં સ્નાતક ડિગ્રી ધરાવે છે ,તેઓ 2016 થી સહજીવન ની ટીમ નો મહત્વ નો ભાગ બની રહ્યા છે ,સહજીવન માં વહીવટીય સંચાલન કરવા પહેલા તેઓ એ કચ્છ માં સંકલિત વોટર-શેડ મેનેજમેંટ ના કાર્યક્રમ માં કામ કરેલું છે . તેઓ સહજીવન ની વહીવટીય બાબતો સંભાળે છે .
રિતેશ પોકાર
પ્રોજેકટ કો-ઓર્ડીનેટર.
રિતેશ પોકાર
પ્રોજેકટ કો-ઓર્ડીનેટર.
શ્રી રિતેશ પોકાર બોટની વિષય માં અનુસ્નાતક ડિગ્રી ધરાવે છે અને હાલ માં PHD માટે પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ 8 વર્ષ થી સહજીવન ની ટીમ નો ભાગ છે . તેઓ જૈવિક વિવિધતા યુનિટ માં કાર્યરત છે , તેઓ ને લોકો ના જૈવિક વીવીધતા ના અધિકારો ને ઔપચારિક રીતે નોધાવવા તેમજ ઘાસિયા વિસ્તાર ના સરક્ષણ ના કામો નો અનુભવ છે . સહજીવન માં જોડાયા પહેલા તેમણે વન વિભાગ સાથે ની વિશેષ પ્રજાતિઑ ના સરક્ષણ પર કામ કરેલું છે . લુપ્ત થતી વનસ્પતિઓ અને વન્ય પ્રાણીઓ ની પ્રજાતિઓ વિષે ઊંડાણ થી જાણવું એ એમનો રસ નો વિષય છે .
વિશ્વા ઠક્કર
FRA કો-ઓર્ડીનેટર.
વિશ્વા ઠક્કર
FRA કો-ઓર્ડીનેટર.
સુ શ્રી વિશ્વા ઠક્કર સમાજ કાર્ય માં અનુસ્નાતક ડિગ્રી ધરાવે છે . તેઑ વન અધિકાર કાયદા પર થઈ રહેલા કામ માટે FRA કો-ઓર્ડીનેટર તરીકે 2021 માં સહજીવન માં જોડાયા , તેમના કામો માં વન અધિકાર કાયદા ના અમલીકરણ સાથે OTFD ( જંગલ પેદાશો અને વિસ્તારો પર પરંપરાગત રીતે આધારિત રહેનાર સમુદાયો ) ના હિત ને ધ્યાન માં લેવાની જવાબદારી પણ આવે છે .આ ઉપરાંત તેઓ ઊંટ ઉછેરક સંગઠન ના કાર્યો માટે કો-ઓર્ડીનેટર ની ભૂમિયા પણ ભજવે છે .
કિરણ પટેલ
પ્રોજેકટ કો-ઓર્ડીનેટર.
કિરણ પટેલ
પ્રોજેકટ કો-ઓર્ડીનેટર.
શ્રી કિરણ પટેલ સમાજ કાર્ય માં અનુસ્નાતક ડિગ્રી ધરાવે છે. તેઓ પહેલા સહજીવન માં 2008 થી 2014 સુધી જોડાયા હતા , ત્યારબાદ ફરી થી 2018 માં જોડાયા . શરૂઆત માં તેઓ ઊંટ ઉછેર કરનાર માલધારીઓ ના સંગઠન ને મજબૂત કરવાની અને ઊંટ માલધારીઓ ના કુદરતી- પારંપરિક – સાંસ્ક્રુતિક શીષ્ટાચાર (પ્રોટોકોલ ) અને નીતિનિયમો ને અંકિત કરવાની પ્રક્રિયા માં કાર્ય કરતાં હતા . 2018 થી તેઓ સુરેન્દ્ર નગર ના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર તરીકે કામ કરે છે , સુરેન્દ્રનગર ના માલધારીઓ ના પ્રશ્નો અને મુદ્દાઓ માટે કામ કરવું એ એમની મુખ્ય ભૂમિકા છે .
માન્યાં સિંઘ
પ્રોજેકટ કો-ઓર્ડીનેટર.
માન્યાં સિંઘ
પ્રોજેકટ કો-ઓર્ડીનેટર.
સુ શ્રી માન્યાં સિંઘ નૈસર્ગિક વિજ્ઞાન અને પર્યાવરણ ના વિષયો સાથે અનુસ્નાતક થયેલ છે ,તેઓ સહજીવન માં 2021 માં જોડાયા , તેઓ એક રિસર્ચર ( સંશોધનકર્તા ) તરીકે છેલ્લા 5 વર્ષ થી વિજ્ઞાન અને સમાજ ના સંબંધો ના વિષય પર કામ કરી રહ્યા છે . સહજીવન માં તેઓ સમુદાય દ્વારા જૈવિક વિવિધતા નું સરક્ષણ, રિસર્ચ પ્રોજેકટ નું સંયોજન તેમજ વિજ્ઞાન આધારિત માહિતી ના આપલે માટે સાહિત્ય ( મટિરિયલ ) તૈયાર કરવા ની ભૂમિકા માં છે .તેમણે શહેર માં પાણી ના વ્યવસ્થાપન, કૃષિ- વનીકરણ ની પદ્ધતિઓ , કાર્યક્ષમ ઉર્જા માટે ની તકનીકો ,અને ભારત ના ભેજયુક્ત ( wetland) વિસ્તારો ના કુદરતી વાતાવરણ જેવા મુદ્દાઓ પર પણ કામ કરેલુ છે .
સંદીપ કનોજિયા
પ્રોજેકટ કો-ઓર્ડીનેટર.
સંદીપ કનોજિયા
પ્રોજેકટ કો-ઓર્ડીનેટર.
શ્રી સંદીપ મનોવિજ્ઞાન અને સમાજ વિજ્ઞાન બંને માં અનુસ્નાતક થયેલા છે .તેઓ સહજીવન માં 8 વર્ષ થી જોડાયેલા છે ,તેમણે કચ્છ માં શહેરી વિસ્તારો માં ઘન- કચરા વ્યવસ્થાપન મુદ્દે કામ કરેલું છે .તેમણે ભુજ શહેર ના માલધારીયો ના પર્યાવરણ ને લગતા પ્રશ્નો ને ઉકેલવા માટે પણ પ્રયત્નો કરેલ છે .હાલ મા તેઓ કચ્છ ના ઘેટાં- બકરા નું પાલન કરતાં માલધારીઓ સાથી કામ કરી રહ્યાં છે .
કૃતિકા હરણીયા
કો-ઓર્ડીનેટર-મોનિટરિંગ
કૃતિકા હરણીયા
કો-ઓર્ડીનેટર-મોનિટરિંગ
સુ શ્રી કૃતિકા એ AICH અને પુરાતત્વ માં અનુસ્નાતક કરેલું છે , તેઓ સહજીવન માં 2022 માં જોડાયા ,તેઓ ની જવાબદારી માં સહજીવન વતી થી બહાર ની દુનિયા સાથે – સોશિયલ મીડિયા પર સંવાદ અને માહિતી ની આપ-લે કરવી તેમજ દસ્તાવેજીકરણ અને માહિતી સંગ્રહ કરવા ની પદ્ધતિ ઑ નું સયોજન કરવા નું આવે છે . તેમણે આ પહેલા કચ્છ માં સામાજિક સંશોધંનકર્તા તરીકે પણ કામ કરેલું છે .તેમને પુરાતત્વિય પ્રાણીશાસ્ત્ર , સંખ્યા શાસ્ત્ર અને પુરાતત્વ ના ક્ષેત્ર માં પણ કામ નો અનુભવ છે .
નરેન્દ્ર નંદાણીયા
સહાયક પ્રોજેકટ કો-ઓર્ડીનેટર.
નરેન્દ્ર નંદાણીયા
સહાયક પ્રોજેકટ કો-ઓર્ડીનેટર.
શ્રી નરેન્દ્ર પશુ ઑ ના વ્યવસ્થાપન માં રસ ધરાવે છે ,અને એક પશુઘન નિરીક્ષક તરીકે ફરજ બજાવે છે . તેઓ સહજીવન માં છેલ્લા 3 વર્ષ થી જોડાયા છે અને પશુ પ્રજાતિ ઑ ની નોંધણી ની પ્રક્રિયા, તેના સંવર્ધન , પશુ આરોગ્ય ની સેવાઓ અને પશુ આરોગ્ય ની તાલીમો આપવાનું કામ કરી રહ્યા છે .હાલ તેઓ સૌરાષ્ટ્ર માલધારી સંગઠન ને સંગઠિત કરવા માટે પ્રયત્નશીલ છે .
મહેશ ગરવા
સહાયક પ્રોજેકટ કો-ઓર્ડીનેટર.
મહેશ ગરવા
સહાયક પ્રોજેકટ કો-ઓર્ડીનેટર.
શ્રી મહેશ ગરવા સાંમાજિક કાર્ય સાથે અનુસ્નાતક થયેલા છે ,તેઓ 2017 થી સહજીવન ની ટીમ માં શામેલ થયા છે ,તેઓ ઊંટ યુનિટ અને FRA ના મુદ્દાઓ સાથે કામ કરે છે .તેઓ ઊંટ ઉછેરક માલધારી સંગઠન અને ઘેટાં બકરા પાલક માલઘરીઓ સાથે તેમની આજીવિકા માં પ્રગતિ થાય એ માટે સંકલન નું કામ કરે છે .
જબ્બાર સમા
સહાયક પ્રોજેકટ કો-ઓર્ડીનેટર.
જબ્બાર સમા
સહાયક પ્રોજેકટ કો-ઓર્ડીનેટર.
શ્રી જબ્બાર હાલ માં આર્ટ્સ માં પોતાની સ્નાતક ડિગ્રી માટે અભ્યાસ કરી રહ્યા છે ,તેઓ સહજીવન માં છેલ્લા 4 વર્ષ થી કામ કરે છે ,તેઓ ની જવાબદારી માં ઊંટ યુનિટ , ઘેંટા -બકરા યુનિટ અને FRA પ્રોગ્રામ સાથે કામ કરવા નો શમાવેશ થાય છે .તેમણે અનુવાંશિક પશુ પ્રજાતિ ઉછેરતા માલધારીઓ નું સંગઠન બનાવવા , પશુ આરોગ્ય માટે કેમ્પ નું આયોજન કરવા ,અને માલધારીઓ ને સંગઠિત કરવા નું કામ કર્યું છે .
દિપીકા ઠક્કર
અકાઉન્ટ ઓફિસર.
દિપીકા ઠક્કર
અકાઉન્ટ ઓફિસર.
સુ શ્રી દિપીકા કોમર્સ માં અનુસ્નાતક થયેલ છે ,સહજીવન સાથે તેઓ 10 વર્ષ થી પણ વધારે સમય થી જોડાયેલા છે ,તેઓ અકાઉન્ટ વિભાગ માં હિસાબો , ટેક્સ ને લગતું કાર્ય અને ઓડિટ નું કામ સંભાળે છે .તેઓ સમુદાય ના લોકો ની હિસાબો અને નાણાંકીય બાબતો ને લઈ ને તાલીમો પણ કરે છે .
ત્રિજલ છાયા
સહાયક અકાઉન્ટ ઓફિસર.
ત્રિજલ છાયા
સહાયક અકાઉન્ટ ઓફિસર.
શ્રી ત્રિજલ કોમર્સ ના સ્નાતક છે ,તેઓ સહજીવન માં 2021 માં જોડાયા છે અને અકાઉન્ટ- નાણાં વિભાગ માં કામ કરે છે .
મુનીર અહેમદ
સહાયક અકાઉન્ટ ઓફિસર.
મુનીર અહેમદ
સહાયક અકાઉન્ટ ઓફિસર.
શ્રી મુનીર સહજીવન માં 2022 માં જોડાયા છે અને અકાઉન્ટ- નાણાં વિભાગ માં રોજ બ રોજ ના ચૂકવણા કરવા ની જવાબદારી નિભાવે છે .
સુરેશ કૂવાડિયા
સમુદાય સંગઠક
સુરેશ કૂવાડિયા
સમુદાય સંગઠક
શ્રી સુરેશે તેમનું અનુસ્નાતક સામાજિક કાર્ય સાથે પૂર્ણ કરેલ છે .તેઓ સહજીવન માં 2020 થી સુરેન્દ્રનગર વિસ્તાર માં જોડાયા છે .એમની મૂખ્ય જવાબદારીઑ માં ,માલધારીઓ નું સંગઠન બનાવવું ,તેમને સંગઠન બનાવવા માટે પ્રોત્સાહિત કરવા , સંગઠન માં બહેનો ની ભાગીદારી ને મજબૂત કરવી , પશુ આરોગ્ય કેમ્પ નું આયોજન કરવું , તાલીમ શિબિરો નું આયોજન કરવું જેવી બાબતો નો શમાવેશ થાય છે .
પરબત પરમાર
સહાયક પ્રોજેકટ કો-ઓર્ડીનેટર.
પરબત પરમાર
સહાયક પ્રોજેકટ કો-ઓર્ડીનેટર.
શ્રી પરબત પરમારે ગ્રામીણ વિકાસ માં સ્નાતક ડિગ્રી પૂર્ણ કરેલ છે ,તેઑ 2021 માં સહજીવન માં જોડાયા , તેઓ કચ્છ ના ઘેટાં -બકરા માલધારી સંગઠન ને મજબૂત કરવાની જવાબદારી સંભાળે છે .તેઓ ને ઉધોગ ક્ષેત્ર ના સામાજિક સેવા ના કાર્યક્રમો માં કામ કરવા નો 13 વર્ષ નો અનુભવ છે .
હિરેન ડાભી
સમુદાય સંગઠક- FRA સૌરાષ્ટ્ર .
હિરેન ડાભી
સમુદાય સંગઠક- FRA સૌરાષ્ટ્ર .
શ્રી હિરેન ડાભી એ ઉચ્ચત્તર માધ્યમિક સુધી અભ્યાસ કરેલો છે ,તેઓ સહજીવન માં 2021 માં જોડાયા છે , તેઓ વન અધિકાર ના કાયદા બાબતે લોકો ને સંગઠિત કરે છે , ગ્રામ સભાઓ નું આયોજન કરી ને આ મુદ્દે જાણકારી આપે છે , તેઓ યુવા ઑ ને પેરા- લીગલ વર્કર તરીકે વન અધિકાર કાયદાઓ અને હક્ક બાબતે તાલીમો પણ આપે છે .
વાલજી જેપાલ
ઓફિસ સહાયક
વાલજી જેપાલ
ઓફિસ સહાયક
શ્રી વાલજી કોમર્સ સ્નાતક છે અને થોડા જ સમય પહેલા સહજીવન માં જોડાયા છે , તેઓ સંસ્થાના તમામ વહીવટીય કાર્યો માં સહાય કરે છે ,
સવિતા બત્તા
સમુદાય સંગઠક
સવિતા બત્તા
સમુદાય સંગઠક
સુ શ્રી સવિતા સહજીવન ની ટીમ માં 2022 માં જોડાયા છે , તેઓ બન્ની વિસ્તાર માં માલધારીઓ ને સંગઠિત કરવાની તેમજ ત્યાની માલધારી બહેનો સાથે તેમને લાગુ પડતાં મુદ્દાઓ પર કામ કરે છે .
નવીન ભાનુશાલી
સહાયક સ્ટાફ , ડ્રાઇવર
નવીન ભાનુશાલી
સહાયક સ્ટાફ , ડ્રાઇવર
શ્રી નવીન ભાનુશાલી સહજીવન સાથે છેલ્લા 15 વર્ષ થી જોડાયેલા છે , મિલનસાર એવા નવીન ભાનુશાલી લોકો ને વાતો કરતાં કરતાં તેમના નક્કી ગંતવ્ય સ્થળ સુધી પહોચાડે છે .
ભાવના બારોટ
સહાયક સ્ટાફ, રસોડૂ
ભાવના બારોટ
સહાયક સ્ટાફ, રસોડૂ
સુ શ્રી ભાવના છેલ્લા 7 વર્ષ થી ભાવના સહજીવન માં લોકો ને ચા, કોફી, લીંબુ પાણી વગેરે તેમની પસંદ પ્રમાણે હમેશા હસતાં હસતાં પીવડાવે છે .