અનુક્રમણિકા
જાણી શકશો > જૈવીક વિવિધતાો:
3. Governance( કારભાર – શાશન ને લગતી ગતિ વિધિઓ ):

સહજીવન ના governanceપર થયેલ કામો નીચે પ્રમાણે છે …..
કાયદેસર ની સમિતિઓ ની રચના અને વ્યવસ્થાપન નું આયોજન

  • – સમુદાયો પોતાની CommunityForestResourcecommittees (સી.એફ.આર.સી) ની રચના કરે એ માટે તેમને મદદ કરવી અને મેનેજમેંટ પ્લાન વિકસાવવો .
  • – ગ્રામ પંચાયતો ને તેમની BiologicalManagementCommittees(BMC ) ની રચના કરવા મા મદદ કરવી અને BiologicalDiversityAct(BDA ) ના માટે રજિસ્ટર તૈયાર કરવા અને મેનેજમેંટ પ્લાન તૈયાર કરવા માટે મદદ કરવી .
  • – છારી – ઢંઢ ( કચ્છ ) વિસ્તાર નો કુદરતી સ્ત્રોતો નો સરક્ષણ અને રિજર્વ મેનેજમેંટ પ્લાન બનાવવો .

અમારું જૈવિક વિવિધતા માટે નું યુનિટ ગ્રામ પંચાયતો ને BDA હેઠળ ની જોગવાઇઓ નો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરે છે અને કાયદેસર ની BMCs ની રચના કરવા માટે સમજાવે છે .BMC પોતાના ગામ ની જૈવિક વિવિધતા નું દસ્તાવેજીકરણ કરે છે , તેના સુધારા માટે નું આયોજન કરે છે,જૈવીક વિવિધતા ને લગતી સૂચક માહિતી ઑ અને આંકડાઓ ને People’sBiodiversityRegister (PBRs ) મા શામેલ કરે છે .

અમે ખાસ કરી ને એવા ગામો ને ટેકો આપીયે છીએ કે જ્યાં ની દુર્લભ વનસ્પતિઓ અને પ્રાણીઓ ની પ્રજાતિ ઑ  ઉધ્યોગો અને માળખાગત વિકાસ ના પ્રોજેકટો ને કારણે ખતરા મા હોય .ગામ ના પ્રતિનિધિઓએ અને અમારા કાર્યકર્તાઓ ગામ અને ગામ ની આસપાસ ના વિસ્તારો મા સર્વે કરી ને આવી  જીવશ્રુષ્ટિ ની જગ્યાઓ ને અંકિત કરેછે .આ રીતે ગામ દ્વારા તૈયાર થયેલા PBR ના કારણે ગામ ને કાયદેસર રીતે પોતાના આસપાસ ની કુદરત તેમનં સવેદનશીલ -જોખમ મા મુકાયેલી  વનસ્પતિઓ / પ્રાણીઓ ને સાચવવા માટે નું માળખું પૂરું પાડે છે .

અમે નખત્રાણા, અબડાસા અને લખપત  તાલુકાનાં 35 ગામો ને  PBRs તૈયાર કારમાટે મદદ કરી છે અને રાજ્ય ના Biodiversity બોર્ડસાથે આ માટે સંલક્ન પણ કર્યું છે .સાથે સાથે અમે અમુક CSRs ( ઉધ્યોગો ની સામાજીક જવાબદારી હેઠળ ના કામો ) સાથે પણ 15 ગામો ના કુદરતી સ્ત્રોતો ના સરક્ષણ ના આયોજન ને તૈયાર કરી ને અમલ મા મૂકવા માટે સંકલન કર્યું છે .