અનુક્રમણિકા
જાણી શકશો > જૈવીક વિવિધતાો:
5. આનુવાંશિક પશુ પ્રજાતિઓ

ગુજરાત ના માલધારીઓ જે અનુવંશીક પશુ પ્રજાતિઓ નું સંવર્ધન કરે છે ,એ પ્રજાતિઓ ની ઓળખ ઊભી કરવા અને એમને માન્યતા અપાવવા માટે સહજીવન મુખ્ય ધારા ના વૈજ્ઞાનિક સંસ્થાનો , કૃષિ યુનિવર્સિટીઓ અને માલધારી સમુદાયો સાથે કામ કરે છે .

છેલ્લા એક દાયકા માં સહજીવન ના આ પ્રયત્નો ને કારણે ગુજરાત ની 10 જેટલી અનુવંશિક પશુ પ્રજાતિ ઑ ને અનોખી /અમુલ્ય પ્રજાતિ તરીકે માન્યતા મળી છે. આ માન્યતા મળેલી પ્રજાતિઓ માં બન્ની ની ભેંસ , ખારાઈ ઊંટ ,કાહમી બકરી , કચ્છી સિંધી ઘોડો ,પાંચાલી ઘેટું , કચ્છી ગધેડું , નારી ઢોર અને હાલરી ગધેડા નો શમાવેશ થાય છે .આ માન્યતા નેશનલ બ્યૂરો ઓફ એનિમલ જીનેટીક રિસોર્સ ( NBAGR ) દ્વારા વર્ષ દરમિયાન તેમની ઉત્પાદકતા, તેમની પ્રજોત્પતિ , કદ ,અને આનુવંશિક ગુણધર્મો ને ચકાસ્યા બાદ આપવા માં આવી હતી . આ માટે જરૂરી માહિતી પૂરી પાડવા માટે સહજીવને NGABR,સ્થાનિક કૃષિ યુનિવર્સિટી ઑ , અને અલગ અલગ માલધારી સમુદાયો સાથે કામ કર્યું . અહી એ નોધવું ઘટે કે, ભારતની આઝાદી પછી આ પહેલી વખત સમુદાયો જેને સાંચવતા હોય એવી પશુ પ્રજાતિ ઑ ને માન્યતા મળી છે .

સરકાર ના પશુ સંવર્ધન કેન્દ્ર અને કાર્યક્રમો નો મુખ્ય ઉદ્યેશ દૂધ ઉત્પાદન અથવા માંસ ઉત્પાદન ને વધારવા માટે જ હોય છે .જ્યારે કે આખા ભારત ના માલધારીઓ માટે પશુ સંવર્ધન બહુ હેતૂક પરંપરા છે . તેઓ પશુ માં ઉત્પાદન વધારવા ની સાથે સાથે,જ્યાં તેઓવિચરે છે, ત્યાના બદલાતા પર્યાવરણ ને પણ પશુઓ અપનાવે એ હેતૂ થી પણ તેમનું પાલન કરે છે . આવી ઊંડી સમજ અને પ્રથા સાથે નું સંવર્ધન જ ભારત ના પ્રાણીઑ જેમકે ગાય , ભેંસ , સૂવર ,ગધેડા અને ઊંટ ની પ્રજાતી ઑ માં વિવિધ જાતિઓ મળી આવવા પાછળ નું કારણ છે .

જોકે માલધારીઓ દ્વારા સંવર્ધન થતું હોય એવી લગભગ પ્રજાતિઓ ને મુખ્ય ડેરી ઉધ્યોગ માં સામેલકરવા માં આવ્યા છે , પણ હજી પણ થોડી પ્રજાતિ ઑ ને ઔપચારિક માન્યતા મળી નથી . સરકાર ના સંવર્ધન કાર્યક્રમો માત્ર માન્યતા પ્રાપ્ત પ્રજાતિઑ ના પશુઑ સાથે જ અમલમાં મૂકવા માં આવે છે , જેને કારણે મોટી સંખ્યા માં અનોખા  માલ નું પાલન અને જતન કરનારા માલધારીઓ ને ખૂબ ઓછો ટેકો મળે છે .

સહજીવન માલધારી સમુદાયો ,સભ્ય સમાજો ( નાગરિકો ), એકેડેમીક સમુદાયો અને સરકારી એંજેંસીઓ સાથે માલધારી સમુદાય ની આ પ્રજાતિઓ ને નોંધણી અને માન્યતા મળે એ માટે ખૂબ રસ થી કામ કરે છે .

આ પ્રકાર ની માન્યતા એટલા માટે જરૂરી છે કેમકે, આ માન્યતાઓ માલધારિયત અને માલધારીઓ ને જોવાની અને ઓળખવાની દ્રષ્ટિ જ બદલી શકે છે , સામાન્ય સીધા સાદા પશુપાલકો માથી તેઓ પશુ સંવર્ધક અને અનુવંશિક પ્રજાતિઓ ના રખવાળા તરીકે રીતસર ની ઓળખ ધરાવે એ જરૂરી છે .એમાં કોઈ વાત ની નવાઈ નથી કે  દેશ ના ખૂબ જાણીતા અનુવંશિક પ્રજાતિઓ ના  સંવર્ધક તરીકે જેઓ આજ પ્રખ્યાત છે ,તે ગીર , થરપાર્કર , રાઠી અને સહિવલ  આવા સામન્ય માલધારી સમુદાયો માથી જ આવે છે . બીજી મહત્વ ની વાત એ છે કે આવી પ્રજાતિઓ નું સંવર્ધન જંળવાયુ પરીવર્તન ની પરિસ્થિતી માં ખૂબ જરૂરી છે .જોકે  આ પ્રજાતિઑ  એક બદલાતા અને તણાવયુક્ત વાતાવરણ માં વિકસી રહી છે , પણ હિમાયત ની દ્રષ્ટિ એ પશુઑ ના સંવર્ધન ની વિવિધતા માં એટલીબધી શક્યતાઓ છે કે ,સરકાર ને એ ખાતરી કરાવી શકાય કે ,પશુઓ નું જતન માત્ર પૂરતું નથી, પણ એના સંવર્ધન ની  જે પ્રથા અને પદ્ધતિ ને કારણે પશુઓ મહત્વ નું ઉત્પાદન આપે છે  એ પ્રથા અને પદ્ધતિ ને પણ સાચવવા ની જરૂર છે .

2008 માં સહજીવને NBAGR,સરદારકૃષીનગર દાંતેવાડા કૃષિ યુનિવર્સિટી (SDAU ) અને BPUMSસાથે સંયુક્ત રીતે બન્ની ની ભેંસ એક અનોખી પ્રજાતિ છે કે નહીં એ સમજવા માટે પ્રયત્ન કર્યો . એક વર્ષ માટે બન્ની ની આ પ્રજાતિ ની 100 ભેંસો ને તેમની ઉત્પાદન ક્ષમતા ,પ્રજોત્પતિ ની ક્ષમતા, તેમના કદ અને અનુવંશિક ગુણો જેવાNBAGR દ્વારા નક્કી કરેલા માપદંડ ના આધારે ચકસવામાં આવી ,અને એના જે પણ તારણો નીકળ્યા એ તારણો અને માહિતી ના આધારે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન એ આ ભેંસ ની પ્રજાતિ ની અનોખી જાતિ હોવા અંગે અને તેના પર સામુદાયીક રીતે એને વિકસિત કરવા ની ભૂમિકા બન્ની ના માલધારી ઑ ની રહી છે ,એવો દાવો રજૂ કર્યો .અને 2009 માં બન્ની આ ભેંસ ની પ્રજાતિ ભારત ની 11 મી અનોખી પ્રજાતિ તરીકે માન્યતા પામી .