અનુક્રમણિકા
જાણી શકશો > જૈવવિવિધતા:
4. પુન: સંગ્રહ અને સંરક્ષણ ની કામગીરી

સહજીવન ની પુન: સંગ્રહ અને સરક્ષણ ની કામગીરી માં નીચે પ્રમાણે ની પ્રવૃત્તિઓ શામેલ છે ,

  • A) વિનાશ પામી રહેલા ઘાસિયા મેદાનો , કાટાળા જંગલો અને ચેરિયાઓ નું પુન: સંગ્રહ કરવું .
  • B) જંગલ માં રહેનાર અને જંગલ પર આધારિત રહેનાર સમુદાયો ને પ્રજાતિ ઓના સરક્ષણ માટે મદદ કરવી .
  • C) પાણી ના સ્ત્રોતો નો પુન: સંગ્રહ કરવા મદદ કરવી .
  • D) શહેરી વનીકરણ નો પુન: સંગ્રહ કરવો.

A) આક્રમક પ્રજાતિ ઑ નું વ્યવસ્થાપન

  • 1960 ના દાયકા માં વન ખાતા દ્વારા બન્ની ના ઘાસિયામેદાનો માં prosopisjuliflora ( જેને ગાંડા બાવળ તરીકે ઓળખવા માં આવેછે ) , તેનું મોટે પાયે વાવેતર કરવા માં આવ્યુ.જોકે આ વાવેતર પાછળ નો હેતૂ વનસ્પતિ ના ઘેરાવા ને વધારવા નો અને ખારાશ નો વ્યાપ ઘટાડવા નો હતો. પણ આ એક ખરાબ કલ્પના હતી જેને કારણે પર્યાવરણ નું મોટા પ્રમાણ માં અસંતુલન ઊભું થયું . સ્થાનિકે ગાંડા બાવળ તરીકે ઓળખાતી આ પ્રજાતિ માટી ની અંદર થી પાણી ચૂસી લ્યે છે ,ખૂબ આક્રમક કાંટાળી એવી આ વનસ્પતિ માલ ને ચરવા માં કામ આવતી નથી .

આ ગાંડા બાવળ ને મૂળ થી કાઢવાનું કામ ખૂબ મૂશ્કેલ છે ,અને એનું મહત્વ એટ્લે વધી રહયુ છે ,કેમકે અમૂક ગરીબ સ્થાનિક લોકો આ બાવળ  માથી ગુંદ અને મધ જેવી બાનવટો થી પોતાનું ગુજરાન ચલાવે છે ,આ બાવળ ના લાકડા બળતણ તરીકે વપરાય છે અને એમાથી કોલસો બનાવી ને પણ વેચવા માં આવે છે . આ તમામ કારણોસર ગાંડો બાવળ અહીની અર્થ વ્યવસ્થામાં ફાળો આપવાની સાથે લોકો માં આકર્ષણ નું કેન્દ્ર પણ છે . પરિસ્થિતી ની જટિલતા ને ધ્યાન માં લેતા સમુદાયો ને બહુ બારીકી થી – નાજુકાઈ થી અને ઊંડી સમજ થી અહીના જૈવિક વિવિધતા ના સરક્ષણ માટે તૈયાર કરવા પડશે

ગાંડા બાવડ ને બન્ની ના ઘાસિયા મેદાનો માથી દૂર કરવાનું કામ બન્ની ની જૈવિક વિવધતા અને કુદરતી સ્ત્રોતોને જીવંત રાખવા માટે , તેમજ અહી ના ઘાસિયા ભૂમિ ને તંદુરસ્ત રાખવા માટે ખૂબ જ જરૂરી છે .

2018 માં અહીના દેઢિયાં ગામ ની (CFMC ) સમિતિ એ 20 હેકટર જમીન માથી ગાંડો બાવળ મૂળ થી ઉખેડી ને તેમાં કુદરતી ઘાસ ને પુન:જીવિત કર્યું . ત્યાર બાદ 2022 સુધી 26 CMFC એ આશરે 3000 હેક્ટર બન્ની ની જમીન ને ગાંડાબાવળ થી મુક્ત કરી . આ પુન: સંગ્રહ ની કામગીરી રેમ્બલ ( RAMBLE ) ના ફિલ્ડ સ્ટેશન સાથે જોડાયેલ વૈજ્ઞાનિકો ની સાથે મળી ને કરવા માં આવી . હજી આ મુદ્દે ઘણું કામ થવું બાકી છે ,પણ આ નિદર્શન થી એ સાબિત થઈ શક્યું કે ગાંડો બાવળ જ્ડ્મૂળ થી નિકળી શકે છે , અને બન્ની ની ઘાસિયા જમીન ફરી થી ઊચી જાત ના ઘાસ થી લહેરાઈ શકે છે .

B) પ્રજાતિઑ નું સંરક્ષણ

સહજીવન ગુજરાત માં સમુદાયો સાથે દુર્લભ વનસ્પતિઑ અને પ્રાણીઓ ની પ્રજાતિઓ ના સરક્ષણ  નું કામ કરે છે . આ કામ માં સમુદાયો સાથે પ્રજાતિઑ ના મુખ્ય સ્થાનો ને ઓળખી , ને તેના નકશા બનાવા નું , આ સ્થાનો માં થતાં દબાણ અંગે જાગૃતિ લાવવા નું ,અને અહી લાંબા ગાળે દેખરેખ રાખવા માટે અને જૈવિક વિવિધાના કામ ને કાયદેસર રીતે માન્યતા મળે  એ માટે CFMCs ની રચના કરવાનું  શામેલ છે . છેલ્લા કેટલાક વર્ષ માં અમે અમૂક વનસ્પતિઓ અને પ્રાણીઓ ની પ્રજાતિ નું સરક્ષણ કરવા માં સફળ રહ્યા છીએ , આ યાદી માં ગ્રેટ ઇંડિયન બસ્ટર્ડ , વ્હાઇટ રમ્પ્ડ વલ્ચર, ચિંકારા ,ઓલક્ષનાનાં તેમજ ત્યાં ના મોટા ભાગ ના સ્તનધારી પ્રાણીઓ  જેમકે દેશી વરુ  વગેરે નો શમાવેશ થાય છે .

C) પાણી ના સ્ત્રોતો

અહી અમે પરંપરાગત પાણી વ્યવસ્થાપન ની પ્રથાને પુન: સંગ્રહ ના પ્રકલ્પ ના ઉપયોગ માં લઈ રહ્યા છીએ ,અને હાઈડ્રો જીઓલોજીકલ  ( પાણી અને ભૂસ્તર શાસ્ત્ર ) ના નકશાઓ બનાવવા ની પ્રક્રિયા કરીએ છીએ , અને  ત્યાના શક્યતા હોય એવા તળાવો ( ઝીલ ) ના ઠેકણા ને અંકિત કરવા માં આવે છે. આ તમામ ઠેકાણાઓ વરસાદ ની ઋતુ માં ભેજ યુક્તપાણી ના ખાબોચિયા – નાના તળાવો માં ફેરવાઇ જાય છે અને ત્યાં લાંબા સમય સુધી પાણી મળી રહે છે . 

ઢોરાણ  વાળા વિસ્તારો માં પાળા બનાવવા માં આવે છે જેથી ત્યાનો કેચમેંટ એરિયા ફેલાય અને  જમીન માં ક્ષાર – ખારાસ ઓછા પ્રમાણ માં ભળે .આ પાછડ નો મૂખ્ય હેતૂ એ છે કે, ત્યા પાણી નો વધારે સંગ્રહ થાય અને ત્યા ના  જીવ- જંતુઓ , પ્રાણીઓ તેમજ માલધારીઓ ના માલ માટે કપરા સમય માં પણ પાણી મળી રહે .

D) શહેરી જૈવિક વિવિધતા

સહજીવન દ્વારા ભુજ શહેર ની આસ- પાસ ની જૈવિક વિવિધતા ને અંકિત કરવાનું તેમજ આ અમૂલ્ય વારસા ના મહત્વ  અંગે ત્યાંના નાગરિકો ને જાગૃત અને સંવેદનશીલ બનાવવા માટે નું કામ હાથ ધરવા માં આવી રહ્યું છે .

કચ્છ નું પાટનગર ભૂજ  કઈક દુર્લભ વનસ્પતિઓ અને પ્રાણી- પક્ષીઓ ની પ્રજાતિ નું ઘર છે , અહીના તળાવો , ભેજયુક્ત વિસ્તારો , જંગલ અને ડુંગરો માં તેઓ રહે છે અથવા મોસમી રર્હેણાક તરીકે ઉપયોગ કરે છે .

અમર્યાદિત અને અસાધારણ શહેરી વિકાસ ને કારણે આડેધડ થતાં બાંધકામ ની દોડ માં  આ દુર્લભ પ્રજાતિઓ અને અહી ની કુદરત અને નૈસર્ગિકતા ને સાચવવા માટે એમના યોગદાન ની  બિલકુલ અવગણના કરવા માં આવી રહી છે .

અહીના રસધરાવતા પર્યાવરણ પ્રેમીઓ , નાગરિકો , કોલેજ ના વિધ્યાર્થીઓ ના એક જુથ સાથે એક સર્વે –  અભ્યાસ નું આયોજન કરવા માં આવ્યુ ,આ અભ્યાસ ના માધ્યમ થી જૈવિક વિવિધતા ના મુખ્ય સ્થાનો અને એ જગ્યાઓ માં શું શું જોખમો રહેલા છે ? એ બાબત ની માહિતી એકત્ર કરવા માં આવી .

રસ ધરાવનાર સ્વયં સેવકો અને યુવકો સાથે જૈવિક વિવિધતા ના સંરક્ષણ માટે નો એક્શન પ્લાન સામાજિક વનીકરણ ની પદ્ધતિ થી સ્થાનીક દેશી વૃક્ષો ની પ્રજાતિઓ ના સંરક્ષણ માટે ધડવા માં આવ્યો . આ આયોજન માં ભુજ શહેર ના હાર્દ સમાન હામીરસર તળાવ  ના કિનારે કિનારે તેમજ ભુજ નગરપાલિકા ના 3 વોર્ડ માં 8 જગ્યાઓ માં વૃક્ષ વાવેતર કરવા માં આવ્યું . આ કાર્યક્રમ નો મૂળ હેતૂ તો સજાગ અને પર્યાવરણ માટે ચિંતા રાખતા લોકો ને એકસાથે લાવવા અને જૈવિક વિવિધતામાટે વિચારતા કારવાં નો હતો .   આ સક્રિય જૂથ હવે એ માંગ કરે છે કે ,ભુજ નગરપાલિકા જૈવિક વિવિધતા ના કાયદા માં આપેલી જોગવાઇઓ ને અનુસરે .