જાણી શકશો > જૈવવિવિધતા > પુનઃસ્થાપન અને સંરક્ષણ:
પ્રાણીસૃષ્ટિની સૂચિૃષ્ટી

1. ગોરાડ

ગ્રેઇટ ઇન્ડીયન બસ્ટાર્ડ, (અર્ડીઓટીસ નીજીસેપ્સ)
હાલત: સખત જોખમમાં

આ ઘાસીયા ભૂમિ ગ્રેઇટ ઇન્ડીયન બસ્ટાર્ડ ગોરાડ (GIB) જેવી જોખમી હાલત વાળી અનેક પક્ષી પ્રજાતિઓનું નિવાસસ્થાન છે. એક જમાનામાં તે ભારતીય ઘાસીયા ભૂમિનું એક સામાન્ય સ્થળ હતું અને ઘાસીયા ભૂમિનાં સ્વાસ્થ્યનું એક મહત્વનું સૂચક હતું. ભારતનાં રાષ્ટ્રીય પક્ષી બનવા માટેનું તે એક સ્પર્ધક/દાવેદાર હતું. આજે ગુજરાતમાં તે વિલુપ્ત થવાના ભયનો સામનો કરી રહ્યું છે. ગત બે દાયકાઓમાં કચ્છમાં પવનચક્કી અને વીજળીના તારો/લાઇનો બિલાડીના ટોપની જેમ ફેલાઇ ગઇ છે. વીજપરિવહન કરતી લાઇનો સાથે અથડાવવાને કારણે ગોરાડ મૃત્યુ પામે છે. નિવાસસ્થાન/વસવાટ ગુમાવવા અને જમીનના ઉપયોગની પધ્ધતિઓમાં ફેરફારને કારણે આ પ્રજાતિ અસ્તિત્વ ગુમાવવાની કગાર પર ધકેલાઇ ગઇ છે.

કચ્છ ગોરાડ અભ્યારણ્યની નજીક્નાં અબડાસાનાં લાલા-પરજાઉ મૂળસ્થાનના સાચવણ/સંરક્ષણ માટે અનુકૂળ છે. સહજીવનની સહાયથી સ્થાનિક સમુદાયોએ આ અજોડ પક્ષીની વસાહતને બચાવવા માટેની વ્યુહરચનાઓ ઘડી કાઢી. લાંબા ગાળાનાં નિયમન માટે પર્યાવરણીય હોટ્સ્પોટ્સ અને વિસ્તારોને ઓળખી કાઢવામાં આવ્યા અને આ સમુદાયના કેટલાક પ્રકૃતિવાદીઓ આ ઘાસીયા ભૂમિમાં ખેત દબાણો ઘટાડવા માટે સભાનતા ઉભી કરી રહ્યા છે.

2. ગીધ

સફેદ પૂંછડીયાં ગીધ (Gyps bengalensis)
હાલત – સખત જોખમમાં

BMCs/સ્થળ દ્રુષ્ય : ખારડીયા અને ધિણોધર (નખત્રાણા)

ગીધ એ કાર્યક્ષમ સફાઇ કામદાર છે જે પોષક્તત્વ અને ઉર્જા ચક્રની કુદરતી પધ્ધતિની આપણી ઇકોસીસ્ટમસ માં વિઘટનકર્તા તરીકેની મહત્વની ભૂમિકા ભજવે છે. કમનસીબે, “ડીકોફેનેક સોડીયમ” કહેવાતાં માનવસર્જીત રસાયણના પશુપાલકો દ્વારા તેઓના પશુઓના ઘા, દુખાવા અને બળતરાની સારવાર કરવા માટે કરવામાં આવતા આડેધડ ઉપયોગને કારણે આ સફાઇ કામદારો અત્યંત તકલીફ/મુશ્કેલીમાં છે. જ્યારે આ ગીધો પશુઓના મૃતદેહોનું ભક્ષણ કરે છે ત્યારે આ રસાયણોની અસરને કારણે ૭૨ કલાકમાં જ આ પક્ષીઓ મૃત્યુ પામે છે. તે ઝેરી છે અને તેઓનાં મૂત્રપિંડને પ્રભાવિત કરે છે જે તેનીં મૃત્યુમાં પરિણમે છે. આની સાથે સાથે મોટાં વૃક્ષો જે તેઓના રાત્રી વિશ્રામ સ્થાન અને માળા બનાવવા માટે એકદમ જરૂરી છે તેના વિનાસે ગીધની વસ્તીને ઘટાડા તરફ લઇ ગયા છે. ભારતે તેની ગીધોની વસ્તી આસરે ૯૯ % ગુમાવી છે.

સમુદાયો સાથે મળીને અમે ઉકરડાનાં ઢગલાનાં સ્થળોને પૂનઃ સ્થાપિત કર્યાં જે યોગ્ય ચેનલો અને મૃતદેહોના નિકાલની ખાત્રી આપે. ત્રણ પારંપરિક ઉકરડાનાં સ્થળોની ઓળખ અને પૂન:સ્થાપનામાં ખારડીયા અને ધિણોધરના ભરવાડો સહભાગી બન્યા અને મૃત પશુઓના યોગ્ય નિકાલ અને બિમાર પશુઓની ડાયક્લોફેનીક સોડીયમના બદલે મેલોક્ષીકમ દ્વારા સારવાર આપવાનાં વ્યવસ્થાપનમાં સહકારી બન્યા. આ પહેલમાં ભરવાડોએ સહજીવન સાથે હાથ મિલાવ્યા અને સ્થાનિક યુવાઓ અને BMCs ના સભ્યો દ્વારા આ બાબતની પ્રગતિમાં નિયમિત નિયમન કરવામાં આવે છે.

3. કબરી રામ ચકલી

સફેદ બોછી વાળું ટીટ (Parus nuchalis)
હાલત: નિર્બળ

સફેદ બોચીવાળું ટીટ દેશના પશ્ચીમ અને દક્ષીણ ભાગમાં ફેલાયેલ છે. સફેદ બોચીવાળું ટીટ ગૌણ બખોલ માળા વાળું પક્ષી છે અને વસવાટ ગુમાવવાને કારણે અને માળા બખોલની ઉપલબ્ધતાના અભાવને કારણે તે વૈશ્વિક નિર્બળ/ભેદ્ય બની ગયું છે. માનવ દખલને કારણે કાંટાળાં જંગલોનાં વિભાજનને કારણે આ પ્રજાતિ હવે કચ્છમાં આમતેમ વિખરાયેલા છે..

આ ક્ષેત્રમાં પક્ષીઓની વર્તણુક અને વનસ્પતિ અને વૃક્ષોની વિવિધતાના પ્રાથમિક અંદાજ બાદ, સમુદાયે રક્ષણ/બચાવના વિસ્તારોની ઓળખ મેળવી. જીવડાંઓ અને સાલ્વાડોરા ઓલીઓડેસનાં ફળો(કરમદાં) માંથી પોષણ મેળવે છે. કપ્પારીસ ડેસીડ્યુઆનાં ફુલોમાંથી પણ તેઓ અમૃત/પીયુષ મેળવી શકે છે અને એવું નોંધવામાં આવ્યું છે કે પાણી પીવા માટે વરસાદી પાણીનાં ખાબોચીયાંની મુલાકત પણ લે છે. કચ્છમાં સંવર્ધન/ઉછેરની ઋતુ ચોમાસાં દરમિયાન, મે થી ઓગસ્ટ સુધીની હોય છે. માળો બેરના પડ અને વાળ/છૂંછાંનો વૃક્ષની લાક્ષણિક બખોલમાં હોય છે. તેઓ લક્કડ્ખોદ અને કોપર સ્મીથ બારબેટ્સે બનાવેલ બખોલને પસંદ કરે છે. અકાસીયા સેનેગલ, અકાસીયા નીલોટીકા અને સાલ્વાડોરા પર્સીયાનાં જુનાં વૃક્ષોમાં માળા જોવા મળેલ છે.

માળો બનાવવાની ઋતુ (ઓગસ્ટ-સપ્ટેમ્બર) દરમિયાનસાઠ કૃત્રીમ માળાઓ બનાવવામાં આવેલ જે આ વિસ્તારમાં આ પ્રજાતિનાં ત્રણ નવાં સ્થળોમાં પરિણમ્યાં. સમુદાયોમાં શિક્ષણ અને સભાનતા મારફત હળવાં પગલાંઓ પણ લેવામાં આવ્યાં.સભાનતા સંબંધી પ્રવૃતિઓ બાદ આ વિસ્તારમાં ૮૦% જેટલું વૃક્ષ છેદન ઘટ્યું.

4. મસ્કતી લટોરો

ભૂખરું હાય્પોકોલીયસ (Hypocolius ampelinus)

ભૂખરું હાય્પોકોલીયસ એ એક નાનું સ્થળાંતર કરતું પક્ષી છે જેની પહોંચ મર્યાદા મધ્ય પૂર્વમાંથી થાય છે, ઇરાક, ઇરાન, પાકીસ્તાનને તુર્ક્મેનીસ્તાન વિસ્તારોમાં સંવર્ધન/ઉછેર કરે છે અને સામાન્ય રીતે રેડ સી અને અરેબીયાના પર્સીયાના અખાતના કિનારા નજીક શિયાળો પસાર કરે છે. કચ્છમાં તે શિયાળામાં મુલાકાત લેતું પક્ષી છે.અલબત, તે કેટલાંક જીવડાંઓ, ફળો અને બેરી ખાય છે; કચ્છમાં તે સાલ્વાડોરા spp નાં ફળો ઉપર આધાર રાખે છે.

નખત્રાણા અને અબડાસાની BMC એ આ ક્ષેત્રના ખેડૂતો અને પશુપાલકોને સાલ્વાડોરા spp નું છેદન અને કાપવાનું ઘટાડવા અને તેઓની સહભાગીતા સાથે વસવાટને સુધારવા માટે સમજાવ્યા.સમુદાયો અને વનવિભાગ સાથે મળીને કુદરતી વાડ સંરક્ષણ અને વસવાટ સુધારણાનાં કામો હાથ ધર્યાં.

5. સાંધો

કાંટાળી પૂંછડી વાળી ગરોળી (Saara hardwickii)
હાલત: સૂચી ૨

કાંટાળી પૂંછડી વાળી ગરોળી સૂકા વિસ્તારોમાં જોવા મળે છે અને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત (કચ્છના ભૂમિભાગમાં પ્રબળ) અને પાકિસ્તાનના સૂકા વિસ્તારોમાં છૂટા છવાયા વિસ્તારોમાં મોટી સંખ્યામાં નોંધાયેલ છે. તેઓ મુખ્યત્વે શાકાહારી છે પરંતુ પ્રસંગોપાત જીવડાં ખાય છે અને શિયાળામાં નિષ્ક્રિય થઇ જાય છે. ગેરકાયદેસર શિકાર અને વિકાશ પ્રવૃતિઓ, ઘાસીયા ભૂમિમાં દબાણ, નિવાસસ્થાનમાં બદલાવને કારણે તેઓ ઉપર જોખમ ઉભો થાય છે.

આ પ્રજાતિની સૂક્ષ્મ અને વ્યાપક વસવાટની અને પ્રજાતિની વહેંચણીની વિગતોની નોંધ કરવામાં આવેલ અને દેવીસર, હરીપર અને સાયરા (નખત્રાણા), સુડધ્રો મોટી, પ્રજાઉ અને લઠેડી (અબડાસા) ખાતેની વસવાટ વ્યવસ્થાપન યોજનામાં સમાવેશ કરવામાં આવેલ. ખેડૂતોના સમુહ મારફત વસવાટ સંરક્ષણનું અને ગેરકાયદેસર વ્યાપારને રોકવાનું અમલીકરણ કરવામાં આવેલ (B M Cs ખાતે કાયદેસરનાં નિયંત્રણની પહેલ અને બાતમીદારનું માળખું તૈયાર કરવાનું કામ ચાલુમાં છે). આ પ્રજાતિનાં સંરક્ષણ માટે શિકારીઓ/પારધીઓ સાથે કેટલીક અનૌપચારીક ચર્ચાઓ પણ શરુ કરવામાં આવેલ.

6. લોકડી

ભારતીય શિયાળ (Vulpes bengalensis)

ભારતીય શિયાળ સૂકા પાનખર, ખુલ્લાં જંગલો, ઘાસીયા ભૂમિ, કોતરો અને ઝાડીઓ માં જોવા મળે છે. ૨૦૦૧માં વનવિભાગે ગુડખર અભ્યારણ્યમાં ૧૮૦ શિયાળ, નારાયણ સરોવર અભ્યારણ્યમાં ૧૦૦-૧૨૫, લાલા ભારતીય ઘોરાડ અભ્યારણ્યની આસપાસ ૮૦-૯૦ શિયાળ હોવાનો અંદાજ બાંધ્યો હતો. ગત બે દાયકાઓમાં આ ચિત્ર બદલાઇ ગયું છે અને મોટે ભાગે તેનું કારણ વસવાટ સંકડાવા અને તેના પરિણામે શિકારની તંગી છે. અલબત, ભારતીય શિયાળ તકવાદી ખોરાક મેળવનાર છે અને ફળ, બેરી, જીવડાંઓ, કાંટાળી પૂંછાળી ગરોળી અને નાનાં સ્તનધારી પશુઓને પણ ખાય છે, આર્થિક વિકાસના બે દાયકાઓ તેઓની વહેંચણી અને ક્ષેત્રમાં હાજરી ઉપર ભારે પડ્યા છે.

લાલા અને પ્રજાઉ (અબડાસા), ગુનેરી, ધારેશી અને નાની વિરાણી (લખપત) ફુલાય-છારી ઢંઢ (નખત્રાણા) BMCs વિસ્તારોમાંનાં સર્વેક્ષણ અને જમીની અવલોકનો ઇકોલોજીકલ હોટસ્પોટ્સ હોવાનું પરંતુ આ ક્ષેત્રમાં આ પ્રજાતિઓ અદ્રશ્ય થવાનું સૂચવે છે. સહજીવન સાથે મળીને સમુદાયોએ વસવાટ/નિવાસસ્થાનોનો વિકાસ કરવા, આક્રમક/ઘુશણખોર પ્રજાતિઓને દૂર કરવા, વન્ય જીવનની હેરફેર માટે ઓળખી કાઢવામાં આવેલ વિસ્તારોનું વ્યવસ્થાપન અને ઘાસીયા ભૂમિનું આરોગ્ય સાચવી રાખવા આ પ્રજાતિઓની ભૂમિકા બાબતે સભાનતા કેળવવામાં હાથ મેળવ્યા. BMC એ સૂક્ષ્મ વાસહતોમાં ચારીયાણ માટે દબાણ અને વૃક્ષોનાં છેદન ઉપર નિયંત્રણ જેવી કુદરતી સંપદાઓનાં નિયમન માટે એક વિગતવાર યોજના પણ તૈયાર કરી.

?>