અનુક્રમણિકા
વિશે:
અમે કોણ છીએ
સહજીવન , સહ એટ્લે સાથે અને જીવન એટ્લે જીવવું , સહજીવન નો અર્થ છે કુદરત ના જીવો સાથે સંબંધ કેળવી ને સાથે જીવવા ની કળા
ત્રણ દાયકા પહેલા સહજીવન ની સફર ગુજરાત માં કચ્છ થી શરૂ થઈ , ત્યાં થી સૌરાષ્ટ્ર પહોચી અને હવે એનો વ્યાપ આખા દેશ માં ફેલાઈ રહ્યો છે . અમારો મુખ્ય ધ્યેય એવી પ્રવૃત્તિ ઑ અને કામો કરવા નો છે કે જેના થી સમુદાયો સશક્ત અને આત્મનિર્ભર થાય અને આ સ્વનિર્ભર સમુદાયો મા થી જ પાયા નું મજબૂત નેતૃત્વ નિખરે.
અમારી કામગીરી જે તે વિસ્તાર ની ભૂમિ અને ત્યાના અનોખા પર્યાવરણ ને કેન્દ્ર માં રાખી ને હોય છે . અમે માનીએ છીએ કે, જે સમુદાયો કુદરત ની સાથે સાથે વિકસિત થયા છે અને ઘડાયા છે , ત્યાની જૈવિક વિવિધતા સમજવા અને સાચવવા માટે તે સમુદાયો શ્રેષ્ઠ સાબિત થાય છે .
અમારી પાસે ની વિશેષ શક્યતાઑ
પરંપરાગત જ્ઞાન / કોઠાસૂઝ ધરાવનાર લોકો અને વિજ્ઞાન તેમજ તત્વજ્ઞાન ( ફિલોસોફી ) બંને, જ્યારે સાથે મળેછે , ત્યારે ઔપચારિક રીતે શિક્ષણ મેળવી ને વ્યાવસાયિક કારકિર્દી માટે તૈયાર થયેલા લોકો પોતાના જ્ઞાન ને હકીકત ના અનુભવો અને સમજ સાથે જોડે છે તો તેમને નવું અનોખુ / અલૌકિક જ્ઞાન મળેછે .
અમે વિકસિત કરીયે છીએ
અમે એવી ફળદ્રુપ જમીનો ( પાદ્ધતિ ઑ ) તૈયાર કરીયે છીએ કે, જ્યાં આ સમુદાયો પાસે રહેલ પરંપરાગત જ્ઞાન અને માહિતી નો ખજાનો વધારે ચળાઈ ને, ખરાઈ સાથે બહાર આવે અને લોકો પોતાના પર્યાવરણ અને આર્થિક મુશ્કેલ પ્રશ્નો ના ઉકેલ ગોતી શકે .
અમે જોડીએ છીએ
અમે નીતિઓ અને કાર્યક્રમો ઘડવા માંટે જવાબદાર અને માંધ્યમ હોય એવી તમામ સંસ્થાઓ ,એજન્સીઓ ને અમારા કામ સાથે જોડીએ છીએ , જેથી જે સમુદાયો સાથે અમે કામ કરીયે છીએ, એ સમુદાયો ની શારીરિક ,સમાજિક , અને આર્થિક પરિસ્થિતિ માં સુધારો લાવી, તેમને તંદુરસ્ત બનાવી શકાય અને એવા કાર્યક્રમો થાય કે જે તેમની ની સુખાકારી માટે નિમિત બને .
અમે રોકાણ કરીએ છીએ
અમે અમારા સમય, શક્તિ અને સ્ત્રોતો નું રોકાણ ગ્રામીણ સમુદાયો ને સશક્ત કરવા, તેઓ પોતાની સમાજિક- સંસ્કૃતિ- ઓળખ ને પોતાની ટકાઉ કુદરતી પ્રથા – વ્યવહારના આધારે ફરી થી ઊભી કરે એ માટે કરીયે છીએ
અમે સુવિધાઓ વિકસાવીએ છીએ અને સંયોજન કરીયે છીએ
સમુદાયો ની પરંપરાગત પ્રથાઓ અને પર્યાવરણ ને મજબૂત કરવા અમે સુવિધાઓ વિકસાવીએ છીએ અને સંયોજન (facilitation ) કરીયે છીએ ..
અમારી કથા અમારી વાત
(સમય સારિણી જોવા માટે જમણે થી સ્ક્રોલ કરો ) >>