અનુક્રમણિકા
જાણી શકશો > આજીવિકા:
2. પળકારો

આટલા મોટા યોગદાન બાદ પણ માલધારીઓ સરકાર તેમજ ખાનગી ક્ષેત્ર તરફ થી ઉપેક્ષિત જ છે , આ બાબત નીચે ની ત્રણ હકીકતો થી સાબિત થાય છે….. ,

*તેમની આજીવિકા ના સાધનો માં રોકાણ થાય .
* તેમની ચરિયાણ અને ઘાસિયા જમીનો ને પુન: જીવિત કરવા માં આવે.
* તેમની અનુવંશિક પશુ પ્રજાતિ ઑ કે, જેનું તેઓ જતન કરે છે તેને માન્યતા મળે .

પહેલી હકીકત એ છે કે ધીરે ધીરે પરંપરાગત ચરિયાણો ને તેમના માટે પ્રતિબંધિત કરવા માં આવી રહ્યા છે , બીજું કે ,સરકાર અને ખાનગી ક્ષેત્ર તરફ થી માલધારીઓ ની આજીવિકાને પ્રોત્સાહિત કરવા ના કામો કે કારોબાર માં નહિવત રોકાણ અથવા પ્રયત્નો કરવા માં આવે છે અને ત્રીજી બાબત એ છે કે છેલ્લા 7દાયકા માં માલધારીઓ જેનું સંવર્ધન કરે છે એવી આનુવંશિક પ્રજાતિ ઑ ને અનોખી પ્રજાતિ તરીકે નહિવત /ઓછી માન્યતા આપવા માં આવી છે .

ઉપરોક્ત તમામ હકીકતો ને કારણે માલધારી સમુદાયો ની નવી પેઢી નો પોતાના પરંપરાગત વ્યવસાય માથી રસ ધીરે ધીરે ઓછો થતો જાય છે ,અને માલધારિયત નો વ્યવસાય પડી ભાંગી રહ્યો છે , કેમકે સારી એવી આવક ઊભી કરવા માંટે પુરી રીતે સક્ષમ હોવા છ્ત્તા આ વ્યવસાય ની આવક માથી તેઑ પોતાના કુટુંબ નો નિર્વાહ કરી શકતા નથી.

આપણે એ સમજીએ છીએ કે પરીવર્તન અનિવાર્ય છે , પણ આ કિસ્સા માં માલધારીઓ માટે શહેરી અને અર્ધશહેરી મજૂર આધારિત બજારો જે આપસ માં પણ સ્પર્ધા માં હોય છે , તેમાં માલધારીઓ માટે ખૂબ નહિવત તક છે .

ચિંતા ની બાબત એ છે કે એક એવો સમુદાય કે જે રાજ્ય અને દેશ ના આર્થિક વિકાસ , જૈવિક વિવિધતા , કળા અને હસ્તકળા ના માધ્યમ થી ખૂબ મોટું પ્રદાન કરી શકે ,એ હાંસિયા માં ધકેલાઇ રહ્યો છે . આમ થતું અટકાવવા
માટે આ સમુદાયો સાથે લાંબા ગાળે તેઓ ટકાઉ માલધારિયત ને જાળવી રાખે ,તે માટે સૌ થી મહત્વ ના ઉપાયો છે ……..

આમ થશે તો જ આ વ્યવસાય અને માલધારીઓ ફરી થી બેઠા થશે અને ભારત ની ગ્રામીણ આજીવિકા ને ફરીથી
નવ જીવન મળશે .

ભારતીય માલધારિયાત બાબતે વધુ જાણવા માટે પ્રાથમિક માહિતી જોઈ શકો .