પશુપાલકો ના ડેરી અને હસ્તકળા ના ઉત્પાદનો ને બજાર પૂરું પાડવા તેમજ તેમાં વિવિધતા અને નવીનતા લાવવા માટે અમે તેમનું જોડાણ ઉધ્યોગો , સમાજિક ક્ષેત્ર તેમજ ટેકનિકલ ભાગીદારો સાથે કરાવીએ છીએ .
અમે માલધારીઓ ને તેમના કાયદેસર ના આધિકારો જેમકે વન આધિકાર કાયદો , અને જૈવિક વિવિધતા ના કાયદા અંતર્ગત તેમના ક્યાં ક્યાં અધિકારો છે ? એની કાયદેસર ની માહિતી અને દ્રષ્ટિકોણ પૂરો પાડીએ છીએ .
માલધારીઓ ના પરંપરાગત વિચરણ ના માર્ગો અને ગૌચર ને વ્યવસ્થિત રીતે અંકિત કરવા તેમજ તેઓ પોતાના આ માર્ગો નો અધિકાર થી ઉપયોગ કરી શકે એ માટે તેમની પેરાલીગલ તરીકે અને જરૂરી દસ્તાવેજો બનાવવા માટે ની તાલીમો પણ અમે કરીયે છીએ .
પશુ- ધન ના સંવર્ધક તરીકે તેમને ઓળખ અને માન્યતા મળે એ માટે તેમનું ટેકનિકલ સંસ્થાઓ સાથે જોડાણ કરાવીએ છીએ