Warning: foreach() argument must be of type array|object, string given in /home/u565850890/domains/sahjeevan.org/public_html/wp-content/plugins/insert-headers-and-footers/includes/class-wpcode-snippet-cache.php on line 43
Livelihoods Access to Grazing
અનુક્રમણિકા
જાણી શકશો > આજીવિકા:
6. ઘાસિયા ભૂમિ - મેદાનોન સુધી ની પહોચ

We help pastoral communities file community forest right claims under the Forest Rights Act (FRA) as a means of ensuring the security of tenure in accessing and using traditionally grazed lands.

અમે માલધારી સમુદાયો ને વન અધિકાર કાયદા હેઠળ તેઓ જંગલ માં પોતાનો અધિકાર મેળવી શકે એ માટે ટેકો આપીએ છીએ ,આ પાછળ નો હેતૂ એ છે કે, તેઓ પોતાના પરંપરાગત ચરિયાણ ને પરત મેળવે અને આ ચરિયાણ ની જમીન તેમણે માટે સલામત બને .

જંગલ ખાતા તરફ થી સતત પ્રતિબંધો લાગતા હોવાથી માલધારીઓ માટે હવે આ પરંપરાગત ઘાસિયા જમીનો પર માલ ને ચરવા લઈ જવું પડકાર રૂપ થઈ ગયું છે .જેમકે રાષ્ટ્રીય ઉધાનો અને વન્ય પ્રાણી અભયારણ્ય માંતેમનો પ્રવેશ હવે બંધ થયો છે ,તો બીજી તરફ ઘાસિયા જમીન પર ખેતી માટે થતાં દબાણ , જંગલ માં વનીકરણ માટે થતું વૃક્ષારોપણ અને મોટા પાયે ઘાસિયા જમીનો ની ઉધ્યોગો ને ફાળવણી આ માટેના કારણો છે . સહજીવન ગુજરાત માં વધુ સલામત ઘાસ ની જમીનો પર માલધારીઓ ની પહોચ બને અને ચરિયાણ પર તેઓ વન અધિકાર કાયદા હેઠળ તેમનો દાવો – હક્ક મળવે તે માટે તેમની સાથે કામ કરે છે .

આદિવાસિઑ અને વન માં રહેનારા સમુદાયો ની જેમજ પરંપરાગત ચરિયાણ પર મોટા પાયે થયેલા દબાણો ,અને સરકાર દ્વારા જંગલ ને એકીકૃત કરવા ની પ્રક્રિયા ના ભાગરૂપે અનામત તેમજ અન્ય પ્રકાર ના જંગલો ને પ્રતિબંધિત કરવા ને કારણે માલધારીઓ ની પણ જંગલ પર ની પહોચ નહિવત રહી છે .

રાજયો ના જંગલ બાબત ના નવા ફતવાઓ -સૂચનો અને નીતિ ને કારણે આખા દેશ ના માલધારીઓ પોતાના પરંપરાગત ચારિયણ પર થી નિયંત્રણ અને પહોચ ખોઈ રહ્યા છે ગુજરાત, હિમાચલ પ્રદેશ , રાજસ્થાન , તેલંગાણા , મહારાષ્ટ્ર , તામિલનાડુ તેના સ્પષ્ટ ઉદાહરણ છે .આ મુદ્દાઓ અનેક વખત વન માં રહેનારા અને વન પર આધારિત રહેનારા સમુદાયો ના અધિકાર ને સલામત કરવા ના ભાગરૂપે સામે આવ્યા છે .

આદિવાસિઑ અને વન માં રહેનારા સમુદાયો ની જેમજ પરંપરાગત ચરિયાણ પર મોટા પાયે થયેલા દબાણો ,અને સરકાર દ્વારા જંગલ ને એકીકૃત કરવા ની પ્રક્રિયા ના ભાગરૂપે અનામત તેમજ અન્ય પ્રકાર ના જંગલો ને પ્રતિબંધિત કરવા ને કારણે માલધારીઓ ની પણ જંગલ પર ની પહોચ નહિવત રહી છે .

રાજયો ના જંગલ બાબત ના નવા ફતવાઓ -સૂચનો અને નીતિ ને કારણે આખા દેશ ના માલધારીઓ પોતાના પરંપરાગત ચારિયણ પર થી નિયંત્રણ અને પહોચ ખોઈ રહ્યા છે ગુજરાત, હિમાચલ પ્રદેશ , રાજસ્થાન , તેલંગાણા , મહારાષ્ટ્ર , તામિલનાડુ તેના સ્પષ્ટ ઉદાહરણ છે .આ મુદ્દાઓ અનેક વખત વન માં રહેનારા અને વન પર આધારિત રહેનારા સમુદાયો ના અધિકાર ને સલામત કરવા ના ભાગરૂપે સામે આવ્યા છે .

વન અધિકાર કાયદો 2006 માં પસાર થયો હોવા છતા ,ખૂબ ઓછા એવા દાખલાઓ સામે આવ્યા છે , કે જ્યાં આ કાયદા નો ઉપયોગ કરી ને માલધારીઓ એ પોતાની ચરિયાણ જમીન મેળવવા અને તેની વ્યવસ્થા કરવા માટે દાવો કર્યો હોય . આની પાછડ નું મુખ્ય કારણ એ છે કે માલધારીઓ પોતા ના માલ સાથે ફરતા હોય છે અને વધારે પડતાં સમૃદ્ધ વિસ્તારો માં પોતાનો માલ ચરાવે છે જેમકે, હિમાલય ના પહાડો પર મળતા ઝાડ,રાજસ્થાન અને ગુજરાત ની સુકકી અર્ધ સુકકી જામીન માં વિસ્તરેલી વનસ્પતિઓ ,અને દક્ષિણ ના ઉચાણ વાળા વિસ્તારો પર જ વર્ષ માં મોટા ભાગ ના સમય માટે આધારિત રહે છે ,અને બીજા ભાગ ના સમય માં જે વિસ્તારો માં ખેતી નું પ્રમાણ વધારે હોય એવા ખડૂતો અને ગામ ની સાર્વજનિક ગૌચર પર આધારિત રહે છે . ઉપરોક્ત પરિસ્થિતી મા માલધારીઓ ના ચારિયાણ પર ના અધિકાર અને પહોચ ને સૌ થી વધારે વિરોધ નો સામનો જંગલ ખાતા તરફ થી એવા કારણો સર કરવો પડે છે કે ,આ માલધારિયો જંગલ ની જૈવીક વિવિધતા, વન્ય પ્રાણીઓ અને અન્ય કુદરતી શ્રુષ્ટિ માટે ખતરો ઊભો કરે છે. બીજી તરફ ગામો મા ખેતી કરનાર સમુદાયો માલધારીઓ ને સાર્વજનિક ચરિયાણ નો ઉપયોગ કરવા દેતા નથી ,આમ માલધારીઓ ને મોટા પડકારો નો સામનો કરવો પડે છે

આ તમામ બાબતો ને કારણે માલધારીઓ પોતાના કુદરતી સ્ત્રોતો ને રક્ષિત કરવા માટે પોતાના અધિકારો માટે લડતા અન્ય સમુદાયો થી અલગ પડે છે ,કેમકે તેઓ વર્ષ ના લગ ભગ 6 મહિના માટે આ જગ્યાઓ થી દૂર રહે છે ,ક્યારેક તો એનાથી પણ વધારે સમય માટે તેઓ બહાર હોય છે .જેથી તેઓને પોતાના જ વિસ્તારો મા મુલાકાતી જેમ ગણવા મા આવે છે , તેઓ સ્થાનિકે નિર્ણય લેનારાઓ કે સત્તાધીશો ને વધારે પ્રભાવિત કરી શકતા નથી . ઉપરાંત્ત જે ગામો માં તેઓ ચરિયાણ ની માંગ કરે છે ,તે જમીન નો ઉપયોગ મોટે ભાગે ખેતીવાળા અને સાર્વજનિક રીતે વિવિધ કારણો સર લોકો કરતાં હોય છે , માટે અહીં પણ એમને નુકસાન જ થાય છે . જે વિસ્તારો અને ગામો માથી તેઓ પસાર થાય છે ત્યાં પણ તેમણે બહાર વાળા તરીકે કોઈ મહત્વ મળતું નથી અને ત્યાના સ્થાનિક લોકો નો સામનો કરી શકે એટલી તાકાત એમના મા હોતી નથી .વન અધિકાર કાયદા મા માલધારીઓ ના અધિકારો ના રક્ષણ માટે ની જોગવાઈ હોવા છતા પણ , આ બાબતે ખૂબ ઓછી સફળતા મળી છે .

આવા તેમજ માલધારીઓ ના જેતે જમીન પર ના પટ્ટાઑ ના ઉપયોગ ના મુદ્દાઓ ને ધ્યાન મા રાખી ને જ સહજીવન ગુજરાત ના અલગ અલગ ભાગો મા FRA હેઠળ, તેઓ પોતાનો હક્ક દાવો મેળવે તેમાં કેવા કેવા પળકારો નો સામનો કરવો પડશે ? એ બાબત મા પોતાની સમજ વધારવાના પ્રયત્નો કરે છે .

વનમા રહેનારા ને વનપર આધારિત લોકો ના અધિકારો માટે જે અનોખા કાર્યો થયા છે એને ધ્યાન મા લેતા, તેની સરખામણી મા ,અમે માનીએ છીએ કે ,માલધારીઓ ના વન અધિકાર ના મુદ્દા ને એકદમ સીમિત માન્યતા અને સમર્થન મળ્યું છે .

કચ્છ
સાલ 2000 ની શરૂઆત મા સહજીવન અને BPUMS ના ધ્યાન મા આવ્યું કે ,બન્ની ના ઘાસીયા વિસ્તાર નો એક મોટો ભાગ ત્યાના જ માલધારીઓ દ્વારા દબાણ કરવા મા આવ્યો છે , તેઓ એ આ જમીન ફરતે વાળ બનાવી દીધેલી છે અને આ જમીન પર સુકકી ખેતી કરવા લાગ્યા છે . આ બાબત થી બન્ની ના ઘાસિયા મેદાન તરીકે નું અસ્તિત્વ જ જોખમ માં મુકાયું હતું , કેમકે બન્ની વિચરતા માલધારીઓ નું એક સામૂહિક ચરિયાણ છે જે ને સમુદાય સાથે મળી ને સંભાળે છે . આ ધટના ને ગંભીરતા થી લઈ ને “ બન્ની ને બન્ની રહેવા દો “ ચળવળ શરૂ કરવા મા આવી .

BPUMS એ સહજીવન ની મદદ થી ત્યાના માલધારી સમુદાયો ને જાગૃત કર્યા અને બન્ની એક સામુહિક ચરિયાણ જ રહે એ માટે વન અધિકાર અધિનિયમ ( FRA ) હેઠળ દાવો કરવા ની પ્રક્રિયા શરૂ થઈ .અહીની 16 પંચાયતો ના 47 ગામો માં નિયત ફોર્મ હેઠળ(CFR -કોમુનિટી ફોરેસ્ટ રિસોર્સિસ ), સમુદાયો ના ગામ ની આસપાસ ના જંગલ ના સ્ત્રોતો પર હક્ક માટે સબ ડિવિજનલ સ્તરે અરજીઓ કરી.જોકે આ દાવા ને સબ ડિસ્ટ્રિક્ટ અને ડિવિજનલ કક્ષા એ મંજૂરી મળી ગઈ છે , પણ બન્ની ના લોકો ને હજી ઔપચારિક રીતે આ ઘાસીય ભૂમિ પર તેમના પરંપરાગત અધિકાર માટે ના હક્કો લેખિત મા મળ્યા નથી .પણ આખી ચળવળ અને ધટના પહેલો દાખલો છે કે જેમાં FRA નો માલધારીયો ના લાભ માટે પહેલી વખત ઉપયોગ થયો છે .આના થી માલધારી સમુદાયો ને નવી દિશા મળી છે અને અન્ય વિસ્તારો મા પણ એક આશા ઊભી થઈ છે .

બન્ની ની જમીન ને ખેતી માટે થનારા દબાણ ના જોખમ ને ગંભીરતા થી લઈ ને બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન ( BPUMS ) દ્વારા પોતાના જ સભ્યો ને એમ કરતાં રોકવા માટે નેશનલ ગ્રીન ટ્રીબુનલ (NGT )મા અરજી કરી ને કોર્ટ સુધી લઈ ગયા . શ્રેણીબદ્ધ સુનાવણીઓ કર્યા બાદ NGT એ હુકમ બહાર પાડ્યો કે , બન્ની મા થયેલા ગેરકાયદેસર ના દબાણો દૂર કરવા મા આવે અને બન્ની નું વ્યવસ્થિત સર્વે કરી ને એની સરહદો ને અંકિત કરવા મા આવે .

હાલ મા અમે કચ્છ ના અખાત ની સામૂહિક રીતે મેપિંગ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે, કેમકે આ પ્રદેશ ને ખારાઈ ઊંટ ના ઉછેર અને સંવર્ધન નું ઘર માનવા મા આવેછે . આ પ્રક્રિયા માલધારીઓ ને વન અધિકાર કાયદા હેઠળ પોતાના દાવાઓ કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે .

સૌરાષ્ટ્ર
સ્થાનિક સમુદાય ના તાકાત વાળા લોકો ના ગૌચર પર ના દબાણ અને જંગલ ના ચરિયાણ માં જંગલ ખાતા દ્વારા પ્રવેશ બંદીએ અહીં ના માલધારીયો ની જિંદગી મુશ્કેલ બનાવી દીધી છે . ઘણી વખત આ માલધારીઓ ખેડૂતો ની શરતો ગેરવ્યાજબી હોવા છતાં તેમના આધારીત થઈ જાય છે , કારણ કે તેઓના ખેતર માં પોતાના માલ ને ચરાવી શકે .આ ઉપરાંત મોટા ભાગ ની ગૌચર જમીનો પવન ચક્કી અને ખાણ ખનીજ ઉલેચતી કમ્પનીઓને ફાળવી દેવા માં આવી છે .પરિણામે માલધારીઓ માટે ચરિયાણ જમીન નહિવત જ બાકી રહે છે .

અમારું FRA ને લાગતું કામ હાલ માં પોરબંદર અને જામનગર જિલ્લા માં કેન્દ્રિત થયું છે .પોરબંદર ના કુતિયાણા તાલુકા ના ઊભીધાર અને ધ્રુવડા ગામો એ સબ ડિવિશનલ કમિટી ને પોતાનો FRA હેઠળ નો દાવો રજૂ કર્યો છે . પોરબંદર જિલ્લા ના જ 2 અન્ય ગામો ટિંબીનેસ અને ગરગારિયાનેસ માં વન અધિકાર સમિતિઓ ની રચના કરવા માં આવી . તો જામનગર જિલ્લા ના જામજોધપુર અને લાલપુર તાલુકા ના સણોસરા ગામ દ્વારા પણ FRA હેઠળ પોતાના દાવા ની અરજી સબ ડિવિશનલ કમિટી ને કરી છે .

?>