અનુક્રમણિકા
જાણી શકશો > આજીવિકા:
4. દૂધ

અમારું કચ્છ ના માલધારીઓ સાથે ના કામો મા સૌથી પહેલું કામ તેમના દૂધ નું તેમને વધારે વળતર મળે એ માટે થયું . અહી ના માલધારીઓ પાસે પુષ્કળ દૂધ ઉત્પાદન થતું હતું , પણ સ્થાનિક ડેરી ઑ એની ખરીદી કરતાં ન હતા .અમારા મુખ્ય પ્રયત્નો આ ડેરીઓ અને માલધારીઓ નું જોડાણ કરવા ના રહયા છે , ઉપરાંત માલધારીઓ ને તેમના દૂધ નું વેચાણ ડેરીઓ મા કરવા માટે તૈયાર કરવા એ એક મોટું કામ હતું . આ સંકલન થી એક કેન્દ્રિત દૂધ ખરીદ -વેચાણ વ્યવસ્થા ઊભી થઈ અને તેમના વિખરાયેલા ઘાસ ના મેદાનો અને સ્થળાંતર ના માર્ગ ( routes ) ને પણ માન્યતા મળવા લાગી .

છેલ્લા 15 વર્ષો માં અમે ગુજરાત માં ડેરી ઓ અને માલધારી સમુદાયો વચ્ચે સંબંધ ઊભો કરવા માં સફળ રહ્યા છીએ , આ સફળતા અમને બન્ની ના માલધારીઓ ના ગાય અને ભેંસ ના દૂધ ના વેચાણ માટે અને કચ્છ ના ઊંટ ના માલધારીઓ ના ઊંટ ના દૂધ વેચાણ માટે મળી છે .તો સૌરાષ્ટ્ર માં ધેટા બકરા ચરાવતા માલધારીઓ માટે મળી છે . આ જોડાણો નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ ( NDDB ) અમુલ , આદવિક અને અન્યો સાથે ના સંકલન ને કારણે મળી છે .જેને કારણે તેઓ ના દૂધ નું વધુ વેચાણ થાય છે ,દૂધ અને દૂધ ની બનાવટ તેમજ માલ ના સારા ભાવ મળે છે . જેના પરિણામ રૂપે માંલધારીયો ની દૂધ આધારિત આર્થિક પરિસ્થિતી પણ સુધારા પર આવી હોય એવું લાગે છે

ગાય અને ભેંસ નું દૂધ
સરકાર અને ખાનગી ક્ષેત્રની ડેરી ઑ સાથે ના સંકલન અને જોડાણ ને કારણે અત્યારે બન્ની વિસ્તાર આખા દેશ નો સૌ થી મોટું દૂધ ઉત્પાદન કેન્દ્ર બની રહ્યું છે .અહી રોજીંદુ આશરે 100000 ( એક લાખ ) લિટર દેશી ગાય અને ભેંસ ના દૂધ નું ઉત્પાદન થાય છે .આ દૂધ ની રોજ ની કિમત રૂ 40 લાખ અને વાર્ષિક કિમત દોઢ અબજ જેટલી થાય છે .

ઊંટ નું દૂધ
2016 માં સહજીવન , KUUMS , અને અન્ય સામાજિક સંસ્થાઓ ના સંયુક્ત પ્રયાસો ને કારણે FSSAI એ અંતે ઊંટ ના દૂધ ને માનવ ઉપયોગ માટે સલામત જાહેર કર્યો .આ પછી અમુલ અને આદવિક દ્વારા ઊંટ ના દૂધ ની ખરીદી શરૂ કરવા માં આવી .હાલ માં જ અલ્ટ્રા ટેમ્પરેચર ની પ્રક્રિયા ને સફળતા મળવા ને કારણે આ દૂધ ની જીન્દગી ( ટકાઉ પણૂ )6 મહિના માટે વધી ગયું છે . આજ ની તારીખ માં સરહદ ડેરી રોજ નું 6000 લિટર ઊંટ ના દૂધ ની ખરીદી 300 જેટલા ઊંટ ના માલધારીઓ પાસે થી કરે છે, આ માલધારીઓ લગભગ 8500 જેટલા ઊંટ નું પાલન કરે છે .છેલ્લા 2 વર્ષ માં 22 જેટલા યુવકો કે, જે પોતાના પરંપરાગત ઊંટ પાલન ના વ્યવસાય થી વિમુખ થઈ ગયા હતા , તેઓ આ વ્યવસાસ માં પાછા ફર્યા છે અને ઊંટ ખરીદવા માટે રોકાણ કરી રહ્યા છે .દેશ માં આ કચ્છ જ એક એવો વિસ્તાર છે જ્યાં બીજા પ્રદેશો ની સરખામણી માં ઊંટ ની સંખ્યા માં વધારો થયો છે .

બકરી નું દૂધ
સૌરાષ્ટ્ર એ બકરીઓ ની સારા માં સારી નસલ નો વિસ્તાર છે ,અહી કાહમી , ભગરી , ગોહિલવાડી, ઝાલાવાડી વગેરે પ્રકાર ની બકરી ઑ જોવા મળે છે .આ બકરીઓ વિવિધ પ્રકાર ના ચરિયાણ ચરે છે તેથી તેમની દૂધ ની ગુણવત્તા ખૂબ સારી હોય છે . જો કે કમનસીબે અહી ની સ્થાનિક ડેરી ઑ એ તેમના દૂધ ની આ વિશેષ ગુણવત્તા ને હજી ધ્યાન માં લીધી નથી, માટે આ દૂધ નો ભાવ પણ ફેટ ના આધારે અપાય છે .બકરી ના દૂધ માં ફેટ ઓછું હોવાથી તેના ભાવ પણ ઓછા જ મળે છે . જો કે માલધારીઓ બકરા ના દૂધ ની સારી અને નક્કી કિમત મળે એ માટે એકઠા થઈ ને હિમાયત કરવા લાગ્યા છે . સહજીવન દ્વારા આ સમુદાય ના 2 યુવાનો ને બકરી ના દૂધ માથી પાવડર અને ચીઝ બનાવા માટે તાલીમ આપવા માં આવી છે અને તેઓ ને ઉધ્યોગં સાહસિક તરીકે પ્રોત્સાહિત કરવા માં આવ્યા છે .

મૂલ્યવૃદ્ધિ સાથે ની ડેરી ની બનાવટો
દૂધ ની પૂરતી બજાર ના અભાવ ને કારણે માલધારીઓ દૂધ ની અનેક બનાવટો જેમકે ઘી , માવો , પેંડા , છાસ વગેરે બનાવતા હોય છે ,આ બનાવટો તાજા દૂધ ની સરખાંમાણી માં ખૂબ વધુ સમય સુધી ખરાબ થતી નથી . અમે આ બનાવટો ની બજાર ઊભી કરવાં માંટે સંયોજન કરીયે છીએ. અમારો લાંબા ગાળા નો એક ઉધ્યેશ છે કે ,માલધારીઑ આ દૂધ આધારિત બનાવટો ના વેપાર પર પોતાની પહોચ કેળવે . અમે પ્રખ્યાત ચીઝ બ્રાન્ડ ની સાથે ભાગીદારી કરી રહ્યા છીએ , જેમાં અમૂલ અને આદવિક પણ શામિલ છે , અમારી અપેક્ષા છે કે ,તેઓ બકરી ના દૂધ માથી ચીઝ, દૂધ પાવડર ,અને ચોકલેટ જેવી વસ્તુ ઑ બનાવે . અમારી આશા છે કે ,સમુદાયો ના ઉધ્યોગ સાહસિકો પણ ચીઝ અને ઘી જેવી વસ્તુઓ ઉત્પાદીત કરે.

આ દિશા માં આગળ વધવા માટે ની અમને ઘણી સારી તક દેખાય છે , કેમકે આ માલધારીઓ નું દૂધ ખુબજ કુદરતી અને શુદ્ધ હોય છે , કારણ કે તેમના પશુઓ જંગલ માં અને ઘાસિયા મેદાનો માં ચરતો હોય છે . એવું કહેવાય છે કે આ પશુઓ રોજ ના 40-45 પ્રકાર ની વનસ્પતિ નું સેવન કરતો હોય છે . ઘરે ગમાણ માં ખાણ દાણ પર અને નક્કી ગૌચર અથવા ખેત ઉત્પાદન માથી મળેલા કડબ વગેરે પર નિભાવ કરતાં પશુ ની સરખામણી માં આ કુદરતી રીતે વિચરણ કરી ને પેટ ભરતા માલ ના દૂધ માં વધારે પ્રમાણ માં પોષક તત્વો હોય છે .ઉપરાંત માલધારીઓ દ્વારા ઘણા અલગ અલગ જાત ના માલ ને પાળવા માં આવે છે ,જેથી તેમના દૂધ માં પણ ઘણી વિવિધતા મળે છે અને દરેક ની પોતાની અલગ કિમત હોય છે . ગાય અને ભેંસ ના દૂધ માં વધારે ફેટ હોય છે , જ્યારે કે બકરી , ઊંટ અને ઘેટી ના દૂધ માં ફેટ ઓછું હોય છે . ઊંટ ના દૂધ માં અનેક ઔષધિય તત્વો હોય છે અને તેને ઓટીઝમ , ડાયાબિટીસ અને ટી.બી. માટે ગુણકારી માનવા માં આવે છે . અંતે આ વિવિધ પશુઓ ની જાત અને તેઓ જે વિસ્તારો માં વિચરણ કરે છે , એ સાબિત કરે છે કે આ વિસ્તારો માં દૂધ ના વિવિધ સ્વાદ અને પ્રકાર ને કારણે અહી ટકાઉપણું છે .

માલધારીઓ ના દૂધ અને ડેરી ઉત્પાદનને વિકસાવવા માટે અમે ચેન્નઈ ની કાસે ( KASE ) ચીઝ ઉત્પાદક બ્રાન્ડ સાથે અલગ અલગ પ્રકાર ના ચીઝ નું ઉત્પાદન અને માર્કેટિંગ કરવા માટે સંકલન કર્યું છે . અહી એ નોંધવું ઘટે કે ચીઝ બનાવનાર કંપનીઓ ને એ બાબત મા રસ હોય છે કે આ દૂધ ક્યાં ભૂભાગ-પ્રદેશ ના માલ માથી આવ્યું છે , કેમકે દરેક ભૂભાગ થી આવેલા દૂધ નો સ્વાદ અલગ હોય છે ,અને એજ રીતે તેમા થી બનેલા ચીઝ માં પણ અલગ ઝાયકો મળે છે . હાલ માં અમે સૌરાષ્ટ્ર માં બકરી અને ઘેટી ના દૂધ માથી ચીઝ બનાવીએ છીએ ,અને અમે આશા રાખીએ છીએ કે આજ રીતે કચ્છ અને રાજસ્થાન ના ઘેટાં, બકરા અને ઊંટ ના દૂધ માથી પણ ચીઝ બનાવવા માં આવે અને ધીરે ધીરે આ પ્રક્રિયા હિમાલય ના પ્રદેશો મા પણ વ્યાપ માં લઈ જઈએ .