જંગલ ખાતા તરફ થી સતત પ્રતિબંધો લાગતા હોવાથી માલધારીઓ માટે હવે આ પરંપરાગત ઘાસિયા જમીનો પર માલ ને ચરવા લઈ જવું પડકાર રૂપ થઈ ગયું છે .જેમકે રાષ્ટ્રીય ઉધાનો અને વન્ય પ્રાણી અભયારણ્ય માં તેમનો પ્રવેશ હવે બંધ થયો છે ,તો બીજી તરફ ઘાસિયા જમીન પર ખેતી માટે થતાં દબાણ , જંગલ માં વનીકરણ માટે થતું વૃક્ષારોપણ અને મોટા પાયે ઘાસિયા જમીનો ની ઉધ્યોગો ને ફાળવણી આ માટેના કારણો છે . સહજીવન ગુજરાત માં વધુ સલામત ઘાસ ની જમીનો પર માલધારીઓ ની પહોચ બને અને ચરિયાણ પર તેઓ વન અધિકાર કાયદા હેઠળ તેમનો દાવો – હક્ક મળવે તે માટે તેમની સાથે કામ કરે છે .