આ પ્રકાર ની માન્યતા એટલા માટે જરૂરી છે કેમકે, આ માન્યતાઓ માલધારિયત અને માલધારીઓ ને જોવાની અને ઓળખવાની દ્રષ્ટિ જ બદલી શકે છે , સામાન્ય સીધા સાદા પશુપાલકો માથી તેઓ પશુ સંવર્ધક અને અનુવંશિક પ્રજાતિઓ ના રખવાળા તરીકે રીતસર ની ઓળખ ધરાવે એ જરૂરી છે .એમાં કોઈ વાત ની નવાઈ નથી કે દેશ ના ખૂબ જાણીતા અનુવંશિક પ્રજાતિઓ ના સંવર્ધક તરીકે જેઓ આજ પ્રખ્યાત છે ,તે ગીર , થરપાર્કર , રાઠી અને સહિવલ આવા સામન્ય માલધારી સમુદાયો માથી જ આવે છે . બીજી મહત્વ ની વાત એ છે કે આવી પ્રજાતિઓ નું સંવર્ધન જંળવાયુ પરીવર્તન ની પરિસ્થિતી માં ખૂબ જરૂરી છે .જોકે આ પ્રજાતિઑ એક બદલાતા અને તણાવયુક્ત વાતાવરણ માં વિકસી રહી છે , પણ હિમાયત ની દ્રષ્ટિ એ પશુઑ ના સંવર્ધન ની વિવિધતા માં એટલીબધી શક્યતાઓ છે કે ,સરકાર ને એ ખાતરી કરાવી શકાય કે ,પશુઓ નું જતન માત્ર પૂરતું નથી, પણ એના સંવર્ધન ની જે પ્રથા અને પદ્ધતિ ને કારણે પશુઓ મહત્વ નું ઉત્પાદન આપે છે એ પ્રથા અને પદ્ધતિ ને પણ સાચવવા ની જરૂર છે .