આ કુદરતી વિસ્તારો ને પોતાના સમુદાયો થી પણ દબાણ નો અનુભવ કરવો પડે છે ,કેમકે આ સમુદાયો ની આજ ની યુવા પેઢી પોતાની કુદરત અને વ્યવસાય થી વિમુખ થતી જાય છે ,આજ ના ઔપચારિક શિક્ષણે તેમને કુદરતી સ્ત્રોતો પર આધારિત આજીવિકા થી દૂર કરી નાખ્યા છે , પરિણામે તેઓ પોતાના વડવાઓ અને વડીલો જે જ્ઞાન , અનુભવ,સામાજીક અને સાંસ્કૃતિક મૂલ્યો તેમજ પરંપરા ને અનૂસરતા , યુવા પેઢી એ બધુ ગુમાવી રહી છે .આ પરંપરાગત વ્યવસાય સાથે ની જિંદગી દિવસે દિવસે મુશ્કેલ બની છે ,અને ઓછી આવક ઊભી કરતી થઈ છે.