જાણી શકશો > જૈવીક વિવિધતાો:
1. સંદર્ભ

આપણાં દેશ માં સદનસીબે આપણને એવા સમુદાયો જોવા મળે છે કે ,જેમણે તેઓ જ્યાં ની કુદરત સાથે રહે છે , ત્યાના આર્થિક-સામાજીક અને સાંસ્ક્રુતિક સંબંધો ને ટકાવી રાખ્યા છે .આ સમુદાયોએ ટકાઉ સામૂહિક સ્ત્રોતો નો સારી રીતે ઉપયોગ કરવા ની પ્રથા જાળવી રાખી છે .ગુજરાત માં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર માં સામૂહિક સ્ત્રોતો નું પોતાનું એક મહત્વ છે .આ સ્ત્રોતો માં ઘાસિયા મેદાનો, કાટાળા જંગલો , ચેરિયા અને પાનખર ને લીધે સુકકા બની ગયેલા જંગલો નો સમાવેશ થાય છે .

સહજીવન નું એમ માનવું છે કે ,આ સ્ત્રોતો અને કુદરત ની આસ પાસ જે સમુદાયો વસવાટ કરે છે ,તે જ સમુદાયો એની સાચવણી અને સરક્ષ્ણ સારી રીતે કરી શકે છે .આજ કારણસર સહજીવન આ સમુદાયો ને 2006 ના FRA અને 2002 ના BiologicalDiversityACT( બીડીએ ) ના માધ્યમ થી તેઓ પોતાની આ કુદરત અનેકુદરતી સ્ત્રોતો, ખાસ કરી ને સમુદાયો ના ઉપયોગ ની જમીન ને બચાવવા માટે મજબૂત બનેં એવા પ્રયત્નો કરે છે.સહજીવન આ ઉપરાંત IndianForestConservationએક્ટ 1927 પ્રમાણે પણ સમુદાયો ને સંગઠિત કરીને પોતાના સ્ત્રોતો નું જતન અને વ્યવસ્થાપન કરે એ માટે તૈયાર કરે છે .

?>