સહજીવન નું કામ જે તે વિસ્તાર માં ત્યાની મજબૂત ભૌગોલિકતા અને પર્યાવરણ પર આધારિત છે .અમે માનીએ છીએ કે, જે સમુદાયો કુદરત ની સાથે સાથે વિકસિત થયા છે અને ઘડાયા છે , ત્યાની જૈવિક વિવિધતા ને સાચવવા માટે તેઓ ઉત્તમ સાબિત થયા છે, 30 વર્ષ પહેલા સહજીવન ની સફર ગુજરાત માં કચ્છ થી શરૂ થઈ , ત્યાં થી સૌરાષ્ટ્ર પહોચી અને હવે તેનો વ્યાપ આખા દેશ માં ફેલાઈ રહ્યો છે