આર્કિટેક્ટ નો અભ્યાસ કરેલા શ્રી સંદીપ વિરમાણી એ જૈવિક વિવિધા , સજીવ ખેતી , વૈકલ્પિક/રીનીવેબલ ઉર્જા ના સ્ત્રોતો ,વિચરતા સમુદ્દાયો અને તેમના રહેણાક , કુદરતી સંસાધનો નું સરક્ષણ , આફત નિવારણ અને વ્યવસ્થાપન અને વિસ્તાર પ્રમાણે અનુકૂળ આવાસો ના મુદ્દાઓ પર કામ કરેલું છે .તેઓ કઈક સંસ્થાઓ જેમકે હુન્નર શાળા , સાત્વિક , એરિડ કોમ્યુનિટી એન્ડ ટેક્નોલોજી , કચ્છ નવનિર્માણ અભિયાન જેવી સંસ્થાઓ ના સ્થાપક રહી ચૂક્યા છે . તેઓ ગુજરાત ડેસર્ટ ઇકોલોજી (GUIDE ) ના ટ્રસ્ટી , Consortium for DEWATS Discrimination (CDD) ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે, તેઓ એક્ટ (ACT ) અને કચ્છ નવ નિર્માણ અભિયાન સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી પણ રહીચૂક્યા છે .
ગગન શેઠી
ઉપ પ્રમુખ
ગગન શેઠી
ઉપ પ્રમુખ
શ્રી ગગન શેઠી જનવિકાસ સંસ્થા ના સ્થાપક રહી ચુક્યા છે , જનવિકાસ ના કાર્યક્રમો નો વ્યાપ કચ્છ મા વધારવા ના હેતૂ ને કારણે જ સહજીવન ની કચ્છ માં રચના થઈ ,એક રીતે જનવવિકાસે સહજીવન ને પ્રયોજિત કર્યું એમ કહેવાય . શ્રી ગગન સેઠી સંસ્થાકીય વિકાસ ના નિષ્ણાંત હોવાની સાથે સાથે માનવ અધિકાર કાર્યકર્તા પણ છે . કચ્છ મહિલા વિકાસ સંગઠન, દૃષ્ટિ મીડિયા આર્ટ્સ એન્ડ કલ્ચર, સેન્ટર ફોર સોસિયલ જસ્ટિસ, ECONET જેવી અનેક સંસ્થાઓ ઊભીકરવા માં એમની મુખ્ય ભૂમિકા રહી છે. સંસ્થાકીય વિકાસ , પ્રોજેકટ નું આયોજન અને મૂલ્યાકન અંગે ની તાલીમો માટે તેઓ ને એક તાલીમકાર તરીકે ખૂબ આદર થી જોવા માં આવે છે. તેમણે 2 પુસ્તકો 'Reconstructing Gender towards Collaboration' અને 'Right to Free Legal Aid'. નું સહ-લેખન પણ કર્યું છે . તેઓ એ સેંટ ઝેવીઅર્સ કોલેજ અમદાવાદ થી અર્થ શાસ્ત્ર અને સ્ટેટેસ્ટીક સાથે સ્નાતક કરેલું છે અને એમ.એસ. યુનિવર્સિટી વડોદરા થી સામાજિક કાર્ય માં અનુસ્નાતક ડિગ્રી મેળવેલી છે .
યુગાંધર માંઢવકર
મંત્રી
યુગાંધર માંઢવકર
મંત્રી
શ્રી યુગાંધાર માંઢવકર નો ગ્રામીણ આજીવિકા અને સમુદાયો ના આધાર એવા કુદરતી સંસાધનો ના વ્યવસ્થાપન ના નુદ્દે કામ કરવાં નો 35 વર્ષ થી પણ વધારે અનુભવ છે .એમણે વોટર-શેડ મનેજમેંટ , જળવાયુ આધારિત ખેતી અને આજીવિકા ના કાર્યક્રમો માટે ઘણી બધી સંસ્થાઓ અને સંગઠનો ને તેમની રણનીતિ ઘડવા માં , અમલીકરણ ની પદ્ધતિ નક્કી કરવા માં , તેમજ તેમાં સારા પરિણામો લઈ આવવા ક્ષમતા વર્ધન ના માધ્યમ થી ટેકો પૂરો પાડ્યો છે . તેઓ ઘણી સંસ્થાઓ ના કારોબારી માં સભ્ય તરીકે નિમાયેલા છે , જેમકે Grass Roots Action for Social Participation - Aurangabad (GRASP), Marathwada Sheti Sahayya Mandal, Jalna (MSSM) અને Society for Action in Community Health, New Delhi (SACH). તેઓ એ ઇંડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેંટ માથી સ્નાતક ડિગ્રી મેળવેલ છે તેમજ પંજાબરાઓ કૃષિ યુનિવર્સિટિ આકોલા થી B.Tech . પૂર્ણ કરેલ છે .
કૃપા ધોળકિયા
કારોબારી સભ્ય
કૃપા ધોળકિયા
કારોબારી સભ્ય
ઍક મજબૂત સમુદાય સંગઠક , સંયોજક અને તાલીમકાર સુ શ્રી કૃપા ધોળકિયા ને 30 વર્ષ નો કાર્યાનુભવ છે . તેમણે લોક સંગઠનો બનાવી ને સમુદાયો ને પર્ંપરાગત વ્યવસાયો ને પુનર્જીવિત કરવા, કુદરતી સંસાધનો નું સરક્ષણ કરવા માટે લોકો નો દ્રષ્ટિકોણ કેળવવા, અને ખાસ બહેનો ની આ મુદ્દે કઇ રીતે સરખી ભાગીદારી અને આગેવાની ઊભી થાય એ માટે પ્રયત્નો કરેલા છે .તેમણે પાણી ના અછત ના મુદ્દા ને હલ કરવા માટે ઘણૂ યોગદાન આપેલુ છે .તેઑ ગુજરાત યુનિવર્સિટી માથી ગણિત વિષય માં સ્નાતક થયા છે તેમજ Indian Institute of Ecology and Environment, New Delhi.માથી અનુસ્નાતક ડિગ્રી મેળવેલી છે
ડોં દેવેન્દ્ર કુમાર સદાના
કારોબારી સભ્ય .
ડોં દેવેન્દ્ર કુમાર સદાના
કારોબારી સભ્ય .
એક વરીષ્ઠ વિજ્ઞાની એવા ડો .સદાના ને 3 દાયકા થી પણ વધૂ નો અનુભવ સંશોધન અને શિક્ષણ ક્ષેત્ર માં છે, એમના નોંધનીય પ્રદાન માં મુખ્ય છે દેશ ની અમુક અનુવાંશિક પશુ પ્રજાતિ ઑ ની વિશેષતાઓ ને પ્રકાશ માં લાવવાનું કાર્ય .તેમણે પહેલા મુખ્ય વૈજ્ઞાનિક તરીકે નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ અને ત્યાર બાદ National Bureau of Animal Genetic Resources (NBAGR ) મા કામ કર્યું છે .તેમના સંશોધન પત્રો અને અનુભવો જાણીતા અકાદમીક મુખપત્રો અને અખબારો માં પ્રકાશિત થાય છે .
ડો .સબ્યસાચી દાસ
કારોબારી સભ્ય
ડો .સબ્યસાચી દાસ
કારોબારી સભ્ય
ડો .સબ્યસાચી દાસ ઘણા વર્ષો સુધી સહજીવન ના CEO ( મુખ્ય અધિકારી ) તરીકે કાર્યરત રહ્યા હતા , આ સમય દરમિયાન તેઓ સહજીવન માં હાલ માં ચાલતા લગ ભગ તમામ કાર્યક્રમો ની રૂપરેખા ઘડવા માં નિમિત બન્યા છે .અત્યારે તેઓ Watershed Support Services and Activities Network (WASSAN) ના નિયામક તરીકે કાર્યભાર સંભાળે છે .ત્યાં તેઓ RRA નેટવર્ક અને પશુ ઑ માટે ના કાર્યક્રમ સંભાળી રહ્યા છે. તેઓ એક અનુભવી સંશોધક અને સમાજિક કાર્યકર્તા છે . ટકાઉ ખેતી ,પશુપાલન , પાણી , કુદરતી સંસાધનો ના વ્યવસ્થાપન ,આજીવિકા ના મુદ્દાઑ , સંગઠનો/ સંસ્થાઓ નું મજબૂતિકરણ અને નીતિવિષયક દરમિયાનગિરિ એમના રસ ના વિષયો રહ્યા છે.
ડો .રાજેશ્વરી રૈના
કારોબારી સભ્ય.
ડો .રાજેશ્વરી રૈના
કારોબારી સભ્ય.
ડો રાજેશ્વરી રૈના શિવ નદર યુનિવર્સિટી માં પ્રોફેસર તરીકે સેવા બજાવે છે , તેઓ ને પ્રાધાપક તરીકે ભણાવવા નો અને રિસર્ચર તરીકે નો 30 વર્ષ નો અનુભવ છેઃ , રિસર્ચમાં જ્ઞાન અને આર્થિક સુધારા વચ્ચે ના સંબંધો તેમના રસ ના વિષયો રહ્યા છે, અને તે પણ ખાસ ગ્રામીણ પરિપેક્ષ માં .તેઓ બહુવિધ શૈક્ષણીક પ્રતિભા ધરાવે છે અને સમાન ટકાઉ વિકાસ ને વરેલા અને પ્રતિબદ્ધ થયેલા છે . આ માટે તેઓ વ્યક્તિગત અને સહભાગીદારી માં અલગ અલગ સંશોધન પ્રકલ્પ ( રિસર્ચ પ્રોજીક્ટ્સ ) હાથ ધરે છે અને અલગ અલગ અકેડેમીક , સામાજિક સંસ્થાઓ અને ઉધ્યોગો ની સાથે રણનીતિઓ ધડવા ના હેતુ થી પણ જોડાયેલા છે .