B) પ્રજાતિઑ નું સંરક્ષણ
સહજીવન ગુજરાત માં સમુદાયો સાથે દુર્લભ વનસ્પતિઑ અને પ્રાણીઓ ની પ્રજાતિઓ ના સરક્ષણ નું કામ કરે છે . આ કામ માં સમુદાયો સાથે પ્રજાતિઑ ના મુખ્ય સ્થાનો ને ઓળખી , ને તેના નકશા બનાવા નું , આ સ્થાનો માં થતાં દબાણ અંગે જાગૃતિ લાવવા નું ,અને અહી લાંબા ગાળે દેખરેખ રાખવા માટે અને જૈવિક વિવિધાના કામ ને કાયદેસર રીતે માન્યતા મળે એ માટે CFMCs ની રચના કરવાનું શામેલ છે . છેલ્લા કેટલાક વર્ષ માં અમે અમૂક વનસ્પતિઓ અને પ્રાણીઓ ની પ્રજાતિ નું સરક્ષણ કરવા માં સફળ રહ્યા છીએ , આ યાદી માં ગ્રેટ ઇંડિયન બસ્ટર્ડ , વ્હાઇટ રમ્પ્ડ વલ્ચર, ચિંકારા ,ઓલક્ષનાનાં તેમજ ત્યાં ના મોટા ભાગ ના સ્તનધારી પ્રાણીઓ જેમકે દેશી વરુ વગેરે નો શમાવેશ થાય છે .