જાણી શકશો > જૈવવિવિધતા > પુનઃસ્થાપન અને સંરક્ષણ:
વનસ્પતિ

1. સુડીયો (Olax Nana)

સુડીયો એ એક ઔષધીય છોડ છે જે અમારાં નમૂનાનાં સર્વેક્ષણ દરમિયાન કચ્છનાં નાનાં ગામડાં “લથેડી” ખાતે ૧૦૪ વર્ષો બાદ ફરીથી શોધી કાઢવામાં આવેલ. B M C એ જાતે જ આ દુર્લભ છોડને સંરક્ષિત કરવા માટે સીમાંકન કરી આ વિસ્તારને ફરતી કાંટાળા છોડવાઓની વાડ બનાવી છે. આ છોડની પૂન:શોધનાં મહત્વને દર્શાવતાં જાહેરાતનાં પાટીયાં તેઓએ લગાડ્યાં છે. આ જોખમગ્રસ્ત પ્રજાતિઓની પૂન:સ્થાપના માટેની યોજનાઓ તૈયાર કરવામાં વડોદરાની એમ એસ યુનિવર્સિટીએ B M C અને સહજીવન સાથે સહયોગ કર્યો છે. ટીસ્યુ કલ્ચર અને મૂળ સ્થાને જ રક્ષણ માટેની ચર્ચાઓ પ્રગતિમાં જ છે.

યુવા મગજોમાં ઇકોલોજીકલ/પર્યાવરણીય જાગૃતિ ઉભી કરવા માટે B M C દ્વારા શાળાઓમાં સભાનતા પ્રવૃતિઓ હાથ ધરવામાં આવેલ. સમુદાયો આ સંરક્ષિત સ્થળોનુ નિયમન કરી રહ્યા છે અને તેના વિકાસ અને પરિસ્થિતિ બાબતે સહયોગીઓને છેલ્લામાં છેલ્લી માહિતી પૂરી પાડી રહ્યા છે.

2. ફોગ વેલ (Ephedra foliate)

આ પ્રજાતિની હાજરી ગુજરાત રાજ્યમાં બહુ ઓછી જગાઓમાંથી નોંધવામાં આવેલ છે. અને ઔષધીય ગુણધર્મના કારણે સંરક્ષણ દૃષ્ટીએ મહત્વની એક પ્રજાતિ છે. તે નખત્રાણા (વંગ, દેવીસર અને ધીણોધર ભૂમિભાગ) અને લખપત ભૂમિભાગમાં જોવા મળે છે. વિપુલ ઔષધીય મૂલ્ય ધરાવતો આ છોડ છે અને તેના ઔષધીય ગુણધર્મનો ઉલ્લેખ છેક ચરકના સમયગાળામાં કરવામાં આવેલ છે (કીર્તિકર અને બાસુ,૧૯૩૫) આ છોડ ઔષધીય મહત્વનો છે કારણ કે, તેમાંથી અગત્યનું ઔષધ ઇફેડ્રાઇન મળે છે જેનો ઉપયોગ સામાન્ય શરદી, દમ અને નાકને લગતાં દર્દોમાં કરવામાં આવે છે.

આ પ્રજાતિના છોડની વહેંચણીની વિગતવાર ઇકોલોજીકલ/પર્યાવરણીય સમજણના આધારે, આ છોડનાં બીજને, આ પ્રજાતિના સૂક્ષ્મ અને વ્યાપક વસવાટ/નિવાસ સ્થાનની ઓળખી કાઢવામાં આવેલ સંભાવિત જગાઓની સહાયથી પ્રસારણ/ફેલાવો કરાય છે. B M Cs સાથે રોપ ઉછેર કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ અને બીજ બેન્ક બનાવીને અન્ય સ્થાનિક જગાઓમાંથી બીજ એકઠાં કરાવામાં આવેલ.

3. મીઠો ગુગળ (Commiphora stocksiana)

મીઠો ગુગળ એ એક બહુ જુનો મહત્વનો ઔષધીય છોડ છે. તેની દાંડી/થડ અને ડાળીઓ લીલી હોય છે અને ચમકતી રાખોડી કે રૂપેરી રંગની છાલથી ઢંકાયેલ હોય છે જે એક કાગળની જેમ ઉખડી જાય છે અને નીચેની છાલને ખુલ્લી કરે છે. તેના વધારે પડતા ઉપયોગને કારણે આ જોખમગ્રસ્ત અને નિર્બળ/ભેદ્ય પ્રજાતિ છે અને નમૂનાનાં સર્વેક્ષણ દરમિયાન માત્ર સાત જ જોવા મળેલ હતા.

ટીસ્યુ કલ્ચર પધ્ધતિથી ૧૦૦ રોપાના પ્રસાર/ઉછેર માટે સહજીવને વડોદરાની એમ એસ યુનિવર્સિટી સાથે સહયોગ કર્યો જે આગળ ઉપર B M Cs સાથે શેર/સહભાગી કર્યો. સમુદાયોએ તેની પૂન;સ્થાપના યોજનામાં તેને સામેલ કર્યો અને તે રોપાઓનો કુદરતી અવસ્થામાં ઉછેર કર્યો. લખપતની પસંદ કરવામાં આવેલ B M Cને ટીસ્યુ કલ્ચર તકનીકને લાગુ કરવા માટે રોપા ઉછેર કેન્દ્રોની જાળવણી માટે તાલીમબધ્ધ કરવામાં આવી. વર્તમાનમાં કચ્છના લખપત તાલુકામાં મીઠો ગુગળના કેટલાય રોપાઓને સાચવતાં/જાળવતાં ૫૦ રોપા ઉછેરકેન્દ્રો આવેલાં છે.

4. ડોડી, જીવંતીકા (Leptadenia reticulate)

ડોડી એ કચ્છના અબડાસા તાલુકામાં એક દુર્લભ ઔષધીય છોડ છે. આ પ્રજાતિની સૂક્ષ્મ વસવાટ જરૂરીયાતો જાણવા માટે B M C સાથે મળીને એક યોગ્ય પધ્ધતિસરનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવેલ અને આ પ્રજાતિની કુદરતી વસ્તીની પૂન;સ્થાપના માટે એકસમાન વસવાટો ઓળખી કાઢવામાં આવેલ. કચ્છની અંદર જ, અબડાસાનાં છડુરા જેવી B M C સાથે મૂળ સ્થાનમાં સિવાયના સ્થાને સંરક્ષણના એક ભાગ તરીકે બીજ એકત્ર કરવા માટે કેટલીક જગાઓને ઓળખી કાઢવા/પસંદ કરવામાં આવી છે. છડુરાની B M C દ્વારા આક્રમક/ઘુસણખોર પ્રજાતિઓની નાબૂદી સહિતનું વસવાટ વ્યવસ્થાપનનું કામ હાથ ધરવામાં આવેલ હતું.

?>