સહજીવન અએન સહનિર્માણ ના ત્રણ દાયકા
સહ એટ્લે સાથે અને જીવન,આ બંને ને જોડીએ એટ્લે “સહજીવન “ જેનો અર્થ છે કુદરત સાથે સંબંધોને કેળવી ને જીવવા ની કળા .
સહજીવન નું કામ જે તે વિસ્તાર માં ત્યાની મજબૂત ભૌગોલિકતા અને પર્યાવરણ પર આધારિત છે .અમે માનીએ છીએ કે, જે સમુદાયો કુદરત ની સાથે સાથે વિકસિત થયા છે અને ઘડાયા છે , ત્યાની જૈવિક વિવિધતા ને સાચવવા માટે તેઓ ઉત્તમ સાબિત થયા છે,30 વર્ષ પહેલા સહજીવન ની સફર ગુજરાત માં કચ્છ થી શરૂ થઈ , ત્યાં થી સૌરાષ્ટ્ર પહોચી અને હવે તેનો વ્યાપ આખા દેશ માં ફેલાઈ રહ્યો છે .
કુદરતી રીતે પશુપાલનકરતા માલધારીઓ સાથે નું કાર્ય
પશુપાલન ના ક્ષેત્ર માં અમે આજીવિકા ના સ્તર માં સુધારો લાવવા સાથે જૈવિક વિવિધતા ના સંરક્ષણ ને ધ્યાન માં રાખી , પોતાની રીતે ટકી શક્યાં છે એવા સમુદાયો ને અને તેમની પાયા ની આગેવાની ને પ્રોત્સાહિત અને સશક્ત કરીએ છીએ .
માં અમારું કાર્ય
માં અમારું કાર્ય
માલધારી સમુદાયો સાથે અમે 3 અલગ અલગ પદ્ધતિથી કામ કરીએ છીએ ,જેથી તેઓને અલગ અલગ મંચ માં શામિલ થઈ ને આ ક્ષેત્ર માં સુધારા અને પરિવર્તન માટે વિવિધ તકો સાંપડી શકે .
અમે સશક્ત કરીયે છીએ
અમે આ સમુદાયો ને માહિતી અને જોડાણો કરાવી ને સજ્જ કરીએ છીએ , જેથી તેઓ તેમના વ્યવસાય માં વિવિધતાઅને વિકલ્પો નો સમાવેશ કરીશકે ,પોતાના કાયદેસર ના અધિકારો મેળવીશકે ,અને તેમણે આપેલા યોગદાન ને માન્યતા મળે .
અમે સરળ બનાવીએ છીએ
માલધારીઓનું સંસ્થા/ સંગઠન ની રીતે ગઠન કરી ,તેઓ પોતાના વ્યવસાય અને પર્યાવરણ ના સંબંધ ને ઊંડી રીતે સમજે અને તે પર કામ કરે એ રીતે ઘડતર કરીએ છીએ .
અમે જોડીએ છીએ
સમાજ ના વિવિધ વર્ગો આમાલધારી સમુદાયો ના હિત અને સંપૂર્ણ સુખાકારી માટે ની નીતિઓ અને કાર્યક્રમો ને લાગુકરવા માટે હિમાયત કરે, એમાટે અમેએમની સાથે જોડાણ કરીયે છીએ .
ગુજરાત મા અમારી સફર

Map Gu

આ નકશા ને તમે તમારા કોમ્પુટર ના સ્ક્રીન પર અથવા મોબાઈલ થી જોઈ શકશો
Map Gu
અબડાસા સુરેન્દ્ર નગર ખંભાળિય પોરબંદર લખપત નખત્રાણા બન્ની ભચાઉ રાપર સૌરાષ્ટ્ર કચ્છ

અબડાસા

અબડાસા તાલુકા માં ચેરિયા આચ્છાદિત ખૂબ સારી જાત ના ચરિયાણ મેદાનો છે ,અને ત્યાના ઘેટાં ,બકરા તેમજ ખારાઈ ઊંટ આ ઘાસિયા મેદાનો પર જ આધારિત છે .અહી સહજીવન દવારા ઘેટાં -બકરા ઉછેરનારા માલધારીઑ નું “ ઘેટાં, બકરા ઉછેરક માલધારી સંગઠન “ બનાવવાં માં આવેલું છે . અહિ હવે પશુપાલન સાથે જોડાયેલી આજીવિકા ની તકો અને શક્યતાઓ પર ધ્યાન આપવા માં આવી રહ્યું છે .અહી ના કામો માં આ સંગઠન ને મજબૂત કરવું , ઘેટાં, બકરા અને ઊંટ ની પ્રજાતિઑ ના આરોગ્ય માં સુધારો લાવવો , વન અધિકાર ના કાયદા હેઠળ માલધારીઓ ની ઘાસિયા જમીન પર પહોચ બનાવવી અને પશુપાલન આધારિત વ્યવસાયો ની કેડી કંડારી તેને નવી દિશા આપવી જેવી બાબતો નો શમાવેશ થાય છે .

સુરેન્દ્ર નગર

સુરેન્દ્ર નગર માં સહજીવન સુરસાગર ડેરી સાથે બકરી ના દૂધ ના ઉત્પાદન અને વેચાણ ની સાંકળ ઊભી કરવાના પ્રયત્ન કરી રહ્યું છે ,સાથે સાથે સમુદાયો ને સંગઠીત કરવા અને યુવકોને પ્રોત્સાહિત કરી તેઓમાં ઉધ્યોગ સાહસિકતા ઊભી કરવા ની કોશિષ પણ થઈ રહી છે .

ખંભાળિય

ખંભાળિયા ક્લસ્ટર સરખામણી માં નવું છે ,અહી સહજીવન નું ધ્યાન અહીના મરીન નેશનલ પાર્ક ( રાષ્ટ્રીય દરિયાઈ ઉધાન ) અને માલધારીઓ જે આ ઉધાન પર આધારિત છે , તેમને નડતા મુદ્દાઓ પર કેન્દ્રિત છે. અહી ના ગામો માં થઈ રહેલ કામો માં પશુ ચીકીત્સા , ખારાઈ ઊંટ નું સવર્ધન ,આજીવિકા ના પ્રશ્નો અને ખાસ તો વન અધિકાર કાયદા હેઠળ માલધારી ઑ ની પહોચ આ મરીન નેશનલ પાર્ક સુધી કેમ બને ? એ બાબતો પર થઈ રહ્યું છે જેથી આ સમુદાયો ટકાઉ રીતે પોતાનો વ્યવસાય કરી શકે .

પોરબંદર

પોરબંદર ક્લ્સ્ટર માં સહજીવન વન અધિકાર કાયદા ના અમલીકરણ પર વધારે ભાર દઈ રહ્યું છે .

લખપત

લખપત ને ગરમ ભેજયુક્ત (ઉષ્ણ કટિબંધીય ) કાંટાળા સમૃદ્ધ જંગલો ની કુદરતી ભેટ મળેલી છે , આ વિસ્તાર એના “નારાયણ સરોવર વન્ય અભયારણ્ય “ માંટે જાણીતું છે .આ તાલુકા માં ઘાટ્ટા ચેરિયા ના જંગલો અને દરિયાઈ જૈવિક વિવિધતા પણ જોવા મળે છે. પશુપાલન માં અહી ઘેટાં ,બકરા અને ખારાઈ ઊંટ ની બોલબાલા છે .અહીં ના માલધારી સમુદાય ની પરિસ્થિતી બદલવા માટે સહજીવન દ્વારા તેમના ઘેટાઓ નું ઉન અને બકરા ના દૂધ નું બજાર માં વેચાણ થાય એ માટે પ્રયત્નો શરૂ થયા છે . આ માટે ઘેટાં બકરા માલધારી સંગઠન અને ઊંટ ઉછેરક માલધારી સંગઠન સાથે સંકલન કરવા માં આવી રહ્યુ છે .

નખત્રાણા

નખત્રાણા પણ મુખ્ય રૂપે કાંટાળી ઝાડી વાળા જંગલો ધરાવે છે ,જે મોટા પ્રમાણ માં જૈવિક વિવિધતા અને અલગ અલગ પશુ ઑ જેમકે ઘેટાં, બકરા એને ઊંટ નો આધાર છે . અહિ સહજીવન “ કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન “ સાથે કામ કરે છે .આ સંગઠન અને સહકારી મંડળીઑ ના લોકો નું ક્ષમતા વર્ધન -ઘડતર કરવું , તેમણે દૂધ ના વેચાણ માટે અલગ અલગ જોડાણો કરાવી આપવા એ સહજીવન ની મુખ્ય ભૂમિકા રહી છે .નખત્રાણા માં ઘેટાં બકરા ના પશુપાલન ને પ્રોત્સાહિત કરવાનું અને લોકો ને તેનાં માટે તૈયાર કરવાનું કાર્ય પણ આગળ વધી રહ્યું છે .અહી પણ સહજીવન દ્વારા માલધારી સમુદાયો સાથે વન અધિકાર ના કાયદા પર કામ કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે .

બન્ની

કચ્છ ના ઉત્તર માં આવેલું બન્ની 2497 કિમી માં ફેલાયેલું ઘાસિયા મેદાન છે , જેમાં વરસાદી ઋતુ માં પાણી થી ભરાયેલા જલપ્લાવિત પણ જોવા મળે છે .આ ઘાસિયા ભૂમિ નાની ઝાડી ના જંગલો અને ક્ષાર વાળા ઘાસ ની સારી એવી પ્રજાતિ થી ભરપૂર છે . સહજીવન બન્ની માં ત્યાના માલધારી સમુદાયો ને સશક્ત કરવા ,તેમની આજીવિકા ને પ્રોત્સાહિત કરવા અને જૈવિક વિવિધતા ના સરક્ષણ માટે ત્યાની સ્થાનિક સંસ્થા “બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન “ સાથે સીધું કામ કરે છે . સહજીવને 20૦૭ માં અહી બન્ની ભેંસ ને મ્ન્યતા અપાવવા અને ડેરી વિકાસ ના મુદ્દાઓ ને લઈ ને સમુદાયો સાથે કામ ની શરૂઆત કરી હતી .

ભચાઉ

ભચાઉ ના ફકીરાણી જત્ત સમુદાય ના લોકો ખારાઈ ઊંટ નું પાલન કરે છે ,તેઓ અહી ના ચેરિયા ના જંગલો પર 8 માસ થી પણ વધારે સમય માટે આધારિત હોય છે . આ વિસ્તાર માં નાના ઝાડીદાર જંગલ પણ જોવા મળે છે, સહજીવન અને “કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન “સંયુક્ત રીતે અહી ચેરિયા ના જંગલો ના સરક્ષણ મુદ્દે કામ કરે ,ઉપરાંત ખારાઈ ઊંટ ના આરોગ્ય ની જાડવણી તેમજ તેના દૂધ ના વેચાણ માટે પણ કાર્યરત છે .

રાપર

રાપર તાલુકા માં કાટાળા ઝાડીદાર જંગલો ની સાથે સાથે રણ ની કુદરતી પરિસ્થિતી પણ જોવા મળે છે ,કેમકે આ તાલુકા ની સરહદ કચ્છ ના નાના રણ સાથે જોડાયેલી છે .તો આ વિસ્તાર સાથે મોટું રણ પણ ભાગ જોડાયેલું છે ,આ એક માત્ર વિસ્તાર છે જ્યાં ઘુડખર , વનસ્પતિઓ અને એવા બેટ/ ટાપુઓ આવેલા છે કે જે સ્થળાંતરીત પક્ષીઓ ને પોતા તરફ આકર્ષે છે અને એમને આશ્રય આપે છે . જ્યારે કે અહીના રબારીઓ ઊંટ, ઘેટાં અને બકરા રાખે છે. રાપર માં સહજીવન ના મુખ્ય કાર્યો માં માલધારીઓ ની આજીવિકા, પશુ આરોગ્ય તેમજ ચરિયાણ ના પ્રશ્નો પર થઈ રહ્યું છે . જેમાં ઘેટાં બકરા ના પશુપાલકો સાથે તેમના ઉન અને દૂધ નું વેચાણ થાય એ માટે ના પ્રયત્નો હાથ ધરવા માં આવી રહ્યા છે .સહજીવન કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન નો વ્યાપ અહી સંગઠન નું મજબૂતીકરણ , આજીવિકા તેમજ પર્યાવરણ ના સંરક્ષણ જેવા મુદ્દાઓ સાથે વધારી રહ્યા છે .

સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્ર માં સહજીવન 3 કલ્સ્ટર માં કામ કારે છે , ઉપલેટા, સુરેન્દ્રનગર અને ખંભાળિયા . આ ક્લસ્ટર માં રાજકોટ ના ઉપલેટા અને ધોરાજી તાલુકા , જામનગર ના જામજોધપુર , કલ્યાણ પૂર , લાલપુર , કાલાવાડ તાલુકાઓ નો શમાવેશ થાય છે .અહી ના મુખ્ય કામો માં બકરા ના દૂધ ની બજાર વ્યવસ્થા, માલધારી સંગઠન નું મજબૂતીકરણ અને પશુ ઑ ની પ્રજાતિ ઑ નું સંરક્ષણ સામેલ છે , જેમાં હાલારી ગધેડાઑ ને ઉછેરતા સ્થળાંતરીત માલધારીઓ સાથે પણ કામ કરવા માં આવી રહ્યું છે .

કચ્છ

કચ્છ જિલ્લા માં સહજીવન નું માલધારિઑ સાથે નું કામ ભુજ , નખત્રાણા, રાપર , ભચાઉ , અબડાસા અને લખપત જેવા તાલુકાઓ માં અલગ અલગ જૈવિક વિવિધતા સભર વિસ્તારો માં થઈ રહ્યું છે .

Add Your Heading Text Here

  • બન્ ની ના ઘાસિયા મેદાનો
  • ઘાસય ભૂમિ / ચારિયાણ
  • કાટળા ઝાડીદાર જંગલો
  • ચેરિયા
  • સૂકી ખેતી
  • પિયત ખેતી

?>